Saturday, August 30, 2025

Artificial Intelligence(ભાગ-23)

 



 

જ્યારે chatgpt અને અન્ય AI tools દુનિયાભરમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી તો એક સવાલ ખામોશી સાથે લોકોના મગજમાં ઉત્પન્ન થયો.....જો આપણે હર સવાલનો જવાબ એક મશીન પાસેથી લઇશું, તો શું આપણે ભવિષ્યમાં જાતે વિચારવાનું છોડી દઇશું? સવાલનો પ્રેક્ટિકલ તથા વૈજ્ઞાનિક જવાબ હાલમાં MIT university આપ્યો છે. રિસર્ચના જે તારણો આવ્યા છે તે ખુબજ ચોંકાવનારા છે.

-

રિસર્ચ MIT ની મીડિયા લેબ સ્થિત fluid interfaces group ની હેડ Nataliya Kos'myna ની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવી. દુનિયાની સૌપ્રથમ brain scan study હતી જેમાં real time માં લોકોના મગજની ગતિવિધિ અને neural engagement ને પરખવામાં આવ્યા ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ chatgpt જેવા language model સાથે કાર્ય કરી રહ્યાં હતાં. રિસર્ચનો હેતુ જાણવાનો હતો કે, AI ની નિર્ભરતાની આપણી યાદશક્તિ, લેખન ક્ષમતા વગેરે ઉપર શું અસર થાય છે?

-

રિસર્ચ દરમિયાન લોકોને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. (1) The brain only group:- ગ્રુપમાં કોઇ સર્ચ એન્જિન કે AI નો ઉપયોગ કરવામાં આવ્યો. લોકોએ કેવળ પોતાના મગજ, શોધખોળ અને સર્જનાત્મક ક્ષમતાનો ઉપયોગ કરવાનો હતો. (2) Search group:- ગ્રુપમાં ગુગલ જેવા સર્ચ એન્જીનનો ઉપયોગ કરી માહિતી એકઠી કરવા દેવામાં આવી પરંતુ લખાણ પોતાની રીતે બધાએ લખવાનું હતું. (3) Chatgpt group:- ગ્રુપને હરેક સોલ્યુશન માટે AI નો ઉપયોગ કરવા દેવામાં આવ્યો.

-

ચાર મહિના ચાલેલ સ્ટડીના અંતે તમામ લોકોના EEG બ્રેન સ્કેનને ચોક્કસાઇપૂર્વક તપાસવામાં આવ્યા. જેમાં પ્રથમ ગ્રુપના mental activity પોઇન્ટ 79 આવ્યા જ્યારે ત્રીજા એટલેકે chatgpt ગ્રુપના પોઇન્ટ કેવળ 42 આવ્યા. ખુબજ મોટો તફાવત છે. તફાવત વાતનો નિર્દેશ કરે છે કે, જ્યારે માનવી AI ઉપર નિર્ભર રહેવા માંડે છે ત્યારે તેનું મગજ ઓછી મહેનત કરે છે અને નિષ્ક્રિય થઇ જાય છે.

-

chatgpt ગ્રુપને જ્યારે પુછવામાં આવ્યુ કે તમે જે આર્ટિકલ લખ્યા તેમાંથી એક પણ વાક્ય યાદ છે? ત્યારે 83.3% લોકોને પોતાના લખાણનું એક પણ વાક્ય યાદ હતું. સામે છેડે પ્રથમ ગ્રુપને લગભગ બધુ સચોટપણે યાદ હતું. દર્શાવે છે કે, જે વસ્તુ જાતે વિચારીને લખવામાં આવે તેને મગજ સલામત રાખતું નથી. રિસર્ચના છેલ્લા તબક્કામાં chatgpt ગ્રુપને AI ની સહાય વગર લખવાનું કહેવામાં આવ્યું પરિણામ સરખુ રહ્યું એટલેકે મગજની ગતિવિધિ તદ્દન નહિવત રહી. હાં, chatgpt ગ્રુપે પોતાના ટાસ્ક અન્ય ગ્રુપ કરતા 60% ઝડપથી પૂર્ણ કર્યા છતાં તેઓના લખાણમાં ઊંડાણ, લાગણીની ઓછપ જોવા મળી. ટેકનિકલી કહીએ તો...તેઓના મગજની મહેનતમાં 32% ઓછપ આવી. એટલેકે ઝડપ વધી પરંતુ શીખવા, સમજવા અને વિચારવાની ક્ષમતા ઓછી થઇ.

-

રિસર્ચ જો કે મર્યાદિત લોકો ઉપર કરાઇ તેમજ તેનો પ્રાથમિક તબક્કો હોવા છતાં તેના નીચે મુજબના તારણો નીકળ્યા. AI ઉપર સંપૂર્ણ આશ્રિત થવું બલ્કે તેનો ઉપયોગ એક મદદનીશ તરીકે કરવો. AI ને મગજની જગ્યા આપો પણ તેને મગજનો વિકલ્પ બનાવો. પોતે શીખવા, સમજવા, વિચારવાનું ક્યારેય છોડો કેમકે AI આપણને સમય તો બચાવીને આપશે પરંતુ વિચારવાનું, શીખવાનું, મહેસુસ કરવાનું આપણને ફક્ત માનવીય પ્રયાસ થકી મળશે. ટૂંકમાં AI ને પૂર્ણરૂપે અપનાવવું જોઇએ ખાસ કરીને સ્કૂલો અને યુવાનોએ. જવાબ મેળવવો કાફી નથી પરંતુ શીખવું, સવાલો કરવા આપણને મનુષ્ય બનાવે છે.