શક કેલેન્ડર એ "ભારતીય" કેલેન્ડર છે, જેને ભારત સરકારે ૧૯૫૭ માં સત્તાવાર રીતે અપનાવ્યું હતું. આ કેલેન્ડર સમગ્ર દેશ માટે સરકારી કામ માટે અપનાવવામાં આવ્યું હતું. આ કેલેન્ડર અપનાવવાનો હેતુ કેલેન્ડર સંબંધિત પ્રાદેશિક અસમાનતાઓનો અંત લાવવાનો અને વૈજ્ઞાનિક ભારતીય કેલેન્ડર સ્થાપિત કરવાનો હતો. મેઘનાદ સાહા જેવા વૈજ્ઞાનિકની અધ્યક્ષતાવાળી સમિતિના સૂચનો પછી આ કેલેન્ડર અપનાવવામાં આવ્યું હતું. ભારતીય હોવા ઉપરાંત, તે ગ્રેગોરિયન કેલેન્ડર જેટલું જ રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવા માટે સરળ છે. સાથેસાથે તે વસંત વિષુવ(vernal equinox) પછી તરત શરૂ થાય છે.
-
વિક્રમી પંચાંગમાં, જો તમે કોઈને કોઈ કામ દસ દિવસ પછી થવા વિશે કહેશો તો તે વ્યક્તિએ તે દિવસની તિથિ જાણવા માટે પંચાંગ જોવું પડશે. ગ્રેગોરિયન કેલેન્ડરની જેમ તમે દસ દિવસ પછીની તારીખને જોયા વગર નથી કહી શકતા. આ જ મુખ્ય કારણ છે કે આપણા ભારતીય કેલેન્ડર વ્યવહારિક દ્રષ્ટિએ ઓછા ઉપયોગી છે. કેવળ વ્રતો અને પારંપરિક તહેવારો મનાવવા સિવાય વિક્રમી પંચાંગ બિનવ્યવહારુ છે. ભારત સરકારે અપનાવેલા શક પંચાંગમાં આ ખામી દૂર કરવામાં આવી છે અને દરેક દિવસ માટે એક તિથિ નક્કી કરવામાં આવી છે.
-
નોટ:- જવાહરલાલ નહેરુ એ વૈજ્ઞાનિક સમિતિને લખેલ પત્ર જુઓ...

No comments:
Post a Comment