2016 ના એક સર્વેમાં 18000 લોકોને એક સવાલ પૂછવામાં આવ્યો કે, તમે આરામ કઇરીતે કરો છો? આ બાબતે લોકોના વિવિધ અભિપ્રાયો હતા જેમકે....અમુક લોકોનું કહેવું હતું કે તેઓ વ્યાયામ કરે છે ત્યારે આરામ કરે છે, અમુક લોકોનું કહેવું હતું કે તેઓ ટીવી જુએ છે ત્યારે આરામ કરે છે વગેરે પરંતુ અધિકતર લોકોનો જવાબ હતો કે, તેઓ વાંચતી વખતે આરામ કરે છે. હાલનું વિજ્ઞાન કહે છે કે એક નોવેલ વાંચવામાં અને પરીક્ષાની તૈયારીરૂપે વાંચવામાં બહુ ફરક છે. યાદરહે, અહીં આપણે ઊંઘ દરમિયાન કરાતા આરામની વાત નથી કરી રહ્યાં બલ્કે જાગ્રત અવસ્થા દરમિયાન કરાતા આરામની વાત કરી રહ્યાં છીએ.
-
આપણે આધુનિક ટેકનોલોજી વડે મગજ ઉપર ઘણું રિસર્ચ કર્યું છે જેમકે...જ્યારે આપણે તણાવગ્રસ્ત હોઇએ ત્યારે મગજનો કયો ભાગ સક્રીય હોય છે, જ્યારે આપણે multitasking કરતા હોઇએ ત્યારે મગજ કઇરીતે કાર્ય કરે છે વગેરે વગેરે. પરંતુ!! વૈજ્ઞાનિકોએ આરામને નજરઅંદાજ કર્યો. આપણે ક્યારેય વિચાર્યુ જ નહીં કે આરામ વખતે મગજમાં શું-શું થઇ રહ્યું હોય છે?
-
પણ...હવે મગજને દિવસ દરમિયાન આરામ આપવા ઉપર ઘણું રિસર્ચ થઇ રહ્યું છે સાથેસાથે વ્યાવહારિક જીવનમાં તેનો અમલ પણ શરૂ થઇ ગયો છે. ઉદાહરણ માટે નીચેની લિંક તપાસો. ફ્રાન્સની કંપનીઓએ right to rest કાયદો પસાર કર્યો છે જેમાં સંમતિ સાધવામાં આવી છે કે પાંચ વાગ્યા પછી કોઇ વ્યક્તિ ઇમેલ ચેક નહીં કરશે. દુનિયાના દસ સૌથી મોટા વિકસિત દેશો અઠવાડિયામાં ફક્ત ચાર કામકાજના દિવસનો કાયદો લઇને આવી રહ્યાં છે. ઇનફેક્ટ, યુરોપમાં 200 જેટલી કંપનીઓએ આ નિયમ લાગુ કર્યો છે(જઓ નીચે મૌજૂદ ગુજરાત સમાચારની લિંક) અને આપણે ત્યાંના ડફોળોને અઠવાડિયામાં 70 થી 90 કલાકનું કામ જોઇએ છે.
https://www.theguardian.com/money/2016/dec/31/french-workers-win-legal-right-to-avoid-checking-work-email-out-of-hours#:~:text=8%20years%20old-,French%20workers%20win%20legal%20right%20to,work%20email%20out%2Dof%2Dhours&text=From%20Sunday%2C%20French%20companies%20will,%2Dof%2Dhours%20email%20checking.
https://www.gujaratsamachar.com/news/business/200-companies-in-uk-have-taken-historic-decision-to-implement-a-permanent-four-day-work-week
-
એક અન્ય આર્ટિકલ જુઓ(લિંક નીચે મૌજૂદ છે) જેમાં 61 organization ને સામેલ કરવામાં આવ્યા જેમણે ચાર કામકાજના દિવસોને માન્યતા આપી હતી. તેમને ખુબ સારા પરિણામો મળ્યાં. આ સઘળી સંસ્થાઓએ અઠવાડિયાના છ દિવસ કાર્ય કરતા કર્મચારીઓ કરતા ખુબજ બહેતર productivity દર્શાવી. અમેરિકા આ બાબતે થોડું પાછળ રહ્યું છતાં હવે તેને પણ અંદાજો આવી ગયો છે કે, આપણે લોકોને આરામ આપવો પડશે. આ સંદર્ભે અમેરિકાના એક નેતા Mark Takano એ પણ એવા કાયદાનું સૂચન કર્યું છે કે આપણે પણ ચાર દિવસના અઠવાડિક કામકાજ તરફ જવું જોઇએ.
https://theconversation.com/the-uks-four-day-working-week-pilot-was-a-success-heres-what-should-happen-next-200502
સાયકોલોજીસ્ટ Claudia Hammond એ "The Art
of Rest" નામે એક પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, જ્યારે લોકો આરામ નથી કરતા ત્યારે તેમનું રોગપ્રતિકારક તંત્ર પરેશાન રહે છે. ફળસ્વરૂપ તેઓ કોઇને કોઇ બીમારીના શિકાર બને છે. આરામ કરવાથી રોગપ્રતિકારક તંત્ર સુધરે છે, સેલ્યુલર લેવલે ગ્રોથ થાય છે અને પાચન ક્રિયા ઘણી બહેતર બને છે.
-
અહીં આરામનો મતલબ એટલે ઊંઘવું નથી બલ્કે એકધારી સ્થિતિમાં બદલાવ જેમકે....થોડું હલનચલન, ખુરશીમાંથી ઉભા થઇ બારીની બહાર જોવું, થોડાં લાંબા શ્વાસ લેવા વગેરે(અર્થાત પાંચ-દસ મિનિટના માઇક્રો બ્રેક). ટૂંકમાં, હર એ ક્રિયા જે તમને પસંદ હોય તે કરવી. યાદરહે બેહતરીન આરામ તે છે જે આપણા નિયંત્રણમાં હો, અગર કોઇ કંપની/સંસ્થા પોતાના કર્મચારીઓને અમુક સમયે જ જબરદસ્તી આરામ કરાવવાની કોશિશ કરશે તેનો કંઇ એટલો ખાસ ફાયદો નહીં થાય.
-
આજનું સાયન્સ કહે છે કે, જ્યારે આપણે વધુ પ્રોસેસિંગ કરીએ છીએ ત્યારે prefrontal cortex માં એક ન્યુરોટ્રાન્સમીટર ઉત્પન્ન થાય છે જેને glutamate કહે છે કે જે સમજશક્તિને ઓછી કરી નાંખે છે. અત્યારસુધી આપણે એવું સમજતા હતાં કે મેમરી ઊંઘ દરમિયાન બને છે કે જે સાચું પણ છે પરંતુ હવેની સ્ટડી કહે છે કે, આવા નાના-નાના માઇક્રો બ્રેક દરમિયાન પણ મેમરી બને છે. તો કહેવાનો મતલબ છે કે, આપણું મગજ બન્યું જ એ રીતે છે કે....થોડો સમય કામ કરો, થોડો સમય આરામ કરો. આજ એ પદ્ધતિ છે જે ઓછા સમયમાં વધુ ઉત્પાદકતા(productivity) આપે છે.

No comments:
Post a Comment