Saturday, July 20, 2024

Next Generation Space Suit

 


 

આજથી લગભગ સાડા ચાર વર્ષ પહેલાં નાસાએ અવકાશયાત્રીઓ માટે ચંદ્ર ઉપર ચાલવા માટે પોતાના next generation space suit નુ અનાવરણ કર્યું પરંતુ ત્યારપછી ક્ષેત્રમાં ખાલીપો આવી ગયો અને કોઇપણ નવી ડિઝાઇનનો સ્પેસ સૂટ જોવા મળ્યો. જેના કારણો બજેટ અને સમય હતાં કેમકે નવા અદ્યતન સૂટ બનાવવા માટે નાસા અપેક્ષિત કરતા વધુ બજેટ ખર્ચી ચૂક્યૂં હતું અને નિર્ધારિત સમય કરતા લગભગ વીસ મહિના પાછળ હતું. હવે શું?

-

કંઇ નહીં!! કેમકે કોઇ રસ્તો હતો, તેથી નાસાએ આવનારા ચંદ્રમિશન એટલેકે ARTEMIS Moon Mission માટે વિવિધ કંપનીઓ વચ્ચે એક પ્રતિસ્પર્ધા યોજી જેથી મિશન માટે એક બેહતરીન સૂટ સમયસર તૈયાર કરી શકાય. સ્પર્ધામાં એલોન મસ્કની કંપની spacex ભાગ લીધો. કેમ? કેમકે તે સમયે પહેલેથી spacex પાસે પોતાનો IVA સૂટ હતો અને તે EVA સૂટ ઉપર કાર્ય કરી રહ્યું હતું. IVA, EVA સૂટ કોને કહેવાય? ચાલો જાણીએ....

-

સ્પેસ સૂટ ત્રણ પ્રકારના હોય છે....IVA, EVA અને IEVA. Intra Vehicular Activity(IVA) સૂટનો કેવળ સ્પેસક્રાફ્ટની અંદર ઉપયોગ કરી શકાય છે. અર્થાત સૂટ પહેરીને કોઇપણ અવકાશયાત્રી, સ્પેસક્રાફ્ટની બહાર નથી જઇ શકતો. Extra Vehicular Activity(EVA) સૂટનો ઉપયોગ અવકાશયાત્રી, સ્પેસક્રાફ્ટની બહાર જવા માટે કરે છે. જ્યારે Intra/Extra Vehicular Activity(IEVA) સૂટ પહેરી અવકાશયાત્રી સ્પેસક્રાફ્ટની અંદર/બહાર ગમે ત્યાં જઇ શકે છે. હવે જોઇએ કે spacex બનાવેલ સૂટ કેટલું અદ્યતન છે...

-

spacex કંપનીએ 2015 થી સ્પેસ સૂટને ડિઝાઇન કરવાનું શરૂ કરી દીધું હતું. માટે તેણે હોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રિસના કોસ્ચ્યુમ ડિઝાઇનર Jose Fernandez ને હાયર કર્યાં. તેમણે એવો સૂટ તૈયાર કર્યો જે પાછલા સઘળા સ્પેસ સૂટની તુલનાએ ખુબજ આરામદાયક અને હળવો હતો(યાદરહે તેમણે IVA સૂટ તૈયાર કર્યો હતો). અગાઉના સૂટની સૌથી મોટી ખામી હતી કે, સઘળા સૂટ્સની સાઇઝ એકસરખી હતી. જેનું કારણ હતું કે...સ્પેસ સૂટ બનાવવાની લાગત એટલી હતી કે તેમને અલગ-અલગ સાઇઝના બનાવવા કોઇને પણ પરવડે એમજ હતું.

-

પરિણામે થતું એવું કે, સૂટ અમુક અવકાશયાત્રીઓ માટે તો આરામદાયક હતાં પરંતુ અમુક માટે પીડાદાયક. ઉદાહરણ તરીકે...સ્પેસ સૂટ ડિઝાઇનમાં સૌપ્રથમ પડકાર mobility નો આવે છે અર્થાત હિલચાલનો કેમકે જ્યારે પણ સૂટને દબાણ(pressure) જાળવી રાખવા માટે હવા અથવા ગેસ વડે ફુલવવામાં આવે છે ત્યારે સૂટ ફુલાઇને કઠોર થાય છે. સ્થિતિમાં યાત્રીએ હિલચાલ કરવી કઠિન થઇ જાય છે. જ્યારે કોઇ યાત્રી પોતાની કોણી કે જોડાણવાળા ભાગને હલનચલન કરવાની કોશિશ કરે છે, ત્યારે સૂટનું volume(જથ્થો) ઓછું થઇ જાય છે. હવે સૂટ તો સીલબંધ હોવાથી તેમાં રહેલ હવા માટે બહાર નીકળવું અસંભવ હોય છે. પરિણામે સૂટમાં રહેલ હવા/ગેસ હરકત વિરૂધ્ધ અવરોધ ઉત્પન્ન કરે છે તેથી યાત્રીઓ માટે હલનચલન મુશ્કેલ થઇ પડે છે. સમસ્યાના નિવારણ માટે spacex હર યાત્રીઓ માટે અલગ-અલગ સાઇઝના સૂટ તૈયાર કર્યાં.

-

mobility ને બહેતર બનાવવાનો એક સરળ રસ્તો છે કે, સૂટમાં હવાનું પ્રમાણ ઓછું કરી નાખવું. આવું કરવાથી યાત્રીની હિલચાલને તો બહેતર કરી શકાય પરંતુ તરકીબ ખતરનાક છે, કેમકે આવું કરવાથી યાત્રી decompression sickness નો શિકાર થઇ શકે છે. સરળ ભાષામાં યાત્રીના શરીરમાં મૌજૂદ નાઇટ્રોજન, પરપોટાનું સ્વરૂપ ધારણ કરી લોહીની નળીઓને બ્લોક કરી શકે છે અને યાત્રીનું મૃત્યુ પણ થઇ શકે છે.

-

ધરતી ઉપર આપણે જે હવામાં શ્વાસ લઇએ છીએ, તેમાં 21% ઓક્સિજન અને 78% નાઇટ્રોજન હોય છે. સ્પેસ સૂટમાં હવાનું દબાણ ઓછું હોવાના કારણે યાત્રી જરૂરી માત્રામાં ઓક્સિજન પ્રાપ્ત નથી કરી શકતો, પરિણામે અધિકતર સ્પેસ સૂટમાં જે હવા ભરવામાં આવે છે તે, શુદ્ધ ઓક્સિજનની હોય છે. પરંતુ!! spacex પોતાના સ્પેસ સૂટમાં ઓક્સિજન અને નાઇટ્રોજનને મિક્સ કરીને ભરે છે, જેથી યાત્રીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે. ખુબીને કારણે spacex સૂટ સૌથી બહેતરીન ગણાય છે કેમકે તે પ્રેશરને સારી રીતે manage કરી શકે છે. કાર્ય કરવા માટે તેમાં ઘણી સુવિધાઓ મૌજૂદ છે(જે એક અલગ ચર્ચાનો વિષય છે).

-

સૂટનું વજન કેવળ 10 કિ.ગ્રા છે જ્યારે નાસાના સ્પેસ સૂટનું વજન 42 કિ.ગ્રા છે. વાત કરીએ નાસાના સ્પેસ સૂટની તો, તે વજનદાર તો હોય છે પરંતુ તેને પહેરવા માટે કેટલાક ટેકનિશિયનની પણ જરૂર પડે છે તથા તેને પહેરવા માટે ઓછામાં ઓછી વીસ મિનિટ જોઇએ કેમકે તેમાં હાથમોજા અને હેલ્મેટને અલગથી પહેરવું પડે છે. જ્યારે spacex ના સ્પેસ સૂટને પહેરવા માટે કોઇ ટેકનિશિયનની જરૂર નથી પડતી અને ગણતરીની મિનિટોમાં જ પહેરાઇ જાય છે કેમકે તેમાં હાથમોજા અને હેલ્મેટ સૂટ સાથે જોડાયેલા હોય છે.