જેમ્સ વેબ ટેલિસ્કોપ વડે આપણે સુદૂર બ્રહ્માંડના ભૂતકાળમાં ઘણું દૂર સુધી જોઇ શક્યાં. તે ગેલેક્ષીઓ જે બ્રહ્માંડના શરૂઆતી સમયમાં બની હતી, તેમને પણ આપણે જેમ્સ વેબ ટેલિસ્કોપ વડે જોઇ પરંતુ જેમ્સ વેબ આપણાં સૂર્યમંડળનું એટલી ગહનતાથી અભ્યાસ નથી કરી શક્યું જેટલી ગહનતાથી તેણે સુદૂર બ્રહ્માંડનો અભ્યાસ કર્યો. એવું કેમ? તેનું વૈજ્ઞાનિક કારણ છે, ચાલો સૌપ્રથમ તેની ચર્ચા કરીએ.
-
કોઇ ટેલિસ્કોપે અગર સૂર્યમંડળનું અધ્યયન કરવું હોય તો, તેને બે તકલીફોનો સામનો કરવો પડે છે. (1) નજીકની વસ્તુઓ, દૂરની વસ્તુની તુલનાએ ખુબ ઝડપથી ગતિ કરતી હોય છે જેને parallax effect કહે છે(વધુ માહિતી માટે નીચે મૌજૂદ પોષ્ટની લિંક વાંચી જવા વિંનતી). તેથી તેમને ટ્રેક કરવું ખુબજ મુશ્કેલ થઇ પડે છે. ટૂંકમાં ગતિ કરતી દૂરની વસ્તુઓ નજીકની તુલનાએ ઘણી સ્થાઇ હોય છે.
https://www.facebook.com/permalink.php?story_fbid=3003465509775873&id=100003373615705
(2) પ્રકાશનું પરાવર્તન:- જે વસ્તુ નજીક હોય તે તારાના પ્રકાશને સૌથી વધુ પરાવર્તિત કરે છે. જેથી આપણને અંધાપાનો અહેસાસ થાય છે. ઉદાહરણ તરીકે...શું તમે રાત્રે દેખાતા કોઇ તારાને જોવા માટે આંખ આડો હાથ કરો છો? જ્યારે આપણા સૂર્યની સામે જોવા માટે તમારે ફરજિયાત આંખ આડો હાથ કરવો જ પડશે. આ બે તકલીફો છતાં જેમ્સ વેબે આપણા સૂર્યમંડળની ઘણી એવી બાબતોને ઉજાગર કરી જેની જાણ આપણને અગાઉ એટલી સચોટ ન હતી. તો ચાલો નજર કરીએ જેમ્સ વેબના કારનામા ઉપર...
-
જેમ્સ વેબે એક ધૂમકેતુનું અધ્યયન કર્યુ કે જે શનિ અને યુરેનસની વચ્ચે રહી ફિલહાલ સૂર્યના ચક્કર લગાવે છે. તેનું નામ Centaur Chariklo છે. હકિકતે આ ધૂમકેતુ kuiper belt નો હિસ્સો હતો પરંતુ તેને આ પટ્ટામાંથી અંદરની તરફ નેપ્ચ્યુને ખેંચ્યો. આ અડધો લઘુગ્રહ(asteroid) અને અડધો ધૂમકેતુ છે. તેની ફરતે શનિની જેમ વલયો છે. અત્યારસુધી આપણે ગ્રહોની ફરતે વલયો તો જોયા છે પરંતુ ધૂમકેતુની ફરતે વલયો?? first time!! તેના વલયોનો પત્તો આપણે કેવીરીતે લગાવ્યો? તે સઘળી ટેકનિકલ મેટર છે માટે ઊંડાણમાં જવું નથી.
-
હવે જઇએ યુરેનસ તરફ....એક તસવીર જુઓ(નીચેની ઇમેજ-1), જેમાં અત્યારે આપણે તેનું કેટલું ગહન અધ્યયન કરી શક્યા છે તેનો ચિતાર છે. ઇમેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે તેની ફરતે વલયો છે. સાથેસાથે તેની સપાટી ઉપર આપણને વાદળોની હાજરી મળી. એક અન્ય ઇમેજ જુઓ(નીચેની ઇમેજ-2), જેમાં આપણે તેના ઉપર મૌજૂદ પવનોની દિશા, તેના તોફાનો, તેના ધ્રુવીય ક્ષેત્રોને પણ નીહાળી રહ્યાં છીએ. ટૂંકમાં હવે આપણે યુરેનસનો એક સંપૂર્ણ ડેટાબેઝ બનાવી રહ્યાં છીએ.
-
ફોકસ કરીએ નેપ્ચ્યુન તરફ....નેપ્ચ્યુનના લગભગ 14 ચંદ્રો હોવાનો આપણને અંદાજો છે જેમાંથી 7 ચંદ્રોને આપણે શોધી ચૂક્યાં છીએ, જુઓ નીચેની ઇમેજ, જેમાં દ્રશ્યમાન ચંદ્રો 6 છે એવું એટલા માટે છે કેમકે આ સઘળા ચંદ્રોનો જન્મદાતા નેપ્ચ્યુન પોતે છે(જેમકે આપણા ચંદ્રની જનેતા પૃથ્વી છે બિલકુલ એવું જ). તેનો સૌથી મોટો ચંદ્ર Triton એ,,, દત્તક લીધેલ ચંદ્ર છે. નેપ્ચ્યુને તેને kuiper belt માંથી હસ્તગત કરી લીધો છે. ટૂંકમાં આ તેનો કુદરતી ચંદ્ર નહીં પરંતુ કુત્રિમ(સાવકો) ચંદ્ર છે.
-
જેમ્સ વેબ ટેલિસ્કોપે મંગળ, ગુરૂ, શનિ વિશે પણ ઘણી માહિતીઓ એકઠી કરી છે, જે ડોક્યુમેન્ટ સ્વરૂપે નજીકના સમયમાં આપણી પાસે આવી રહી છે. તો જોડાયેલા રહો અને જાણતા રહો.




No comments:
Post a Comment