આપણી આકાશગંગામાં કરોડો તારા મૌજૂદ છે. સ્વાભાવિક છે કે તેમાંથી ઘણા તારાઓ ફરતે ગ્રહો પણ ચક્કર લગાવતા જ હશે. આવા ગ્રહોને exoplanets(અન્ય સૂર્યમંડળના ગ્રહો) કહે છે. એવું પણ બની શકે કે આવા ગ્રહોમાંથી કોઇક ઉપર જીવન પણ મૌજૂદ હોય! માટે જરૂરી છે કે આવા exoplanets નો અભ્યાસ કરાય. તે માટે તેમને ટેલિસ્કોપ વડે જોવા પડે. પરંતુ!! તેમને જોવું ખુબજ-ખુબજ કઠીન છે કેમકે તારાની તેજ રોશનીની આભામાં તેઓ નજરે નથી ચઢતાં. જેને diffraction(વિવર્તન) કહે છે.
-
તો તેમને જોવા સૌપ્રથમ તારાની તેજ રોશનીને ઓછી કરવી પડે. ટૂંકમાં તારાના પ્રકાશ અને ટેલિસ્કોપ વચ્ચે કોઇક વસ્તુ મુકવી પડે. બિલકુલ એ રીતે, જે રીતે આંખ ઉપર આવતા સીધા સૂર્યપ્રકાશમાં કોઇક વસ્તુને જોવા આપણે આંખ આડો હાથ રાખીએ છીએ. આમ તો જેમ્સ વેબ જેવા ટેલિસ્કોપમાં પણ આ પ્રકારની સુવિધા છે પરંતુ તે એટલી કારગત નથી નીવડતી કેમકે પ્રકાશ અને ટેલિસ્કોપ વચ્ચે રહેનાર શટર ટેલિસ્કોપથી ખુબ નજીક હોય છે.
-
આ સમસ્યાને નિવારવા નાસાએ નવા ટેલિસ્કોપની ડિઝાઇન તૈયાર કરી છે જે બે ભાગમાં વહેંચાયેલી હશે. તેમાં સૂર્યમુખી ફૂલના આકાર જેવો શટરરૂપી એક શેડ હશે(જુઓ મુખ્ય ઇમેજ). આ આકારને આપણે ગોળ પણ રાખી શકતા હતાં પરંતુ ગોળાકાર diffraction ને એટલું બધુ ઓછું નથી કરી શકતું. આ શેડનું કદ ફૂટબોલના ગ્રાઉન્ડ બરાબર હશે અને તે ટેલિસ્કોપથી પચાસ હજાર કિલોમીટર દૂર હશે.
-
આ શેડ સ્પેસમાં કઇરીતે જશે, કઇરીતે સેટેલાઇટ(ટેલિસ્કોપ સેટેલાઇટ ઉપર મૌજૂદ હશે)થી અલગ થશે અને પચાસ હજાર કિલોમીટર દૂર સુધી કઇરીતે જશે તેમજ કઇરીતે ખુલશે? ટૂંકમાં તેની કાર્યપધ્ધતિને સમજાવતા વિડીયોની લિંક નીચે આપી છે.
https://www.jpl.nasa.gov/videos/flower-power-starshade-unfurls-in-space

No comments:
Post a Comment