આવનારી પેઢી માટે આપણે અત્યારસુધી સંગ્રહિત કરેલ જ્ઞાન/માહિતીને સુરક્ષિત રાખવી ખુબ જરૂરી છે કેમકે આપણી સૌથી મોટી તાકાત આપણું જ્ઞાન છે અને તે કાર્ય હવે કરશે...AI. જી હાં, AI હવે માનવીના સૌથી જાયન્ટ માહિતીના ખજાના એવા વિકિપીડિયાને repair કરવા જઇ રહ્યું છે. સૌથી મોટી સમસ્યા આ જ્ઞાનકોશ સાથે એ છે કે તે ભરોસાપાત્ર નથી. કેમ? એક તો તે editable છે, અર્થાત કોઇપણ તેમાં સુધારા-વધારા કરી શકે છે. બીજું, તેમાં મૌજૂદ માહિતી નીચે અપાયેલ ઘણાં સંદર્ભોની લિંક અપુરતી/ભૂતિયા છે. જો કોઇ વેબસાઇટની લિંક હોય તો તે ખુલતી નથી, ઘણાં રિસર્ચ પેપરના પણ ઠેકાણાં નથી કેમકે તેઓ તેમના લોકેશન ઉપર મૌજૂદ જ નથી તેમજ ઘણી જગ્યાએ ખોટી માહિતીઓ પણ છે. આ સઘળી એવી બાબતો છે જે વિકિપીડિયાને અવિશ્વસનીય બનાવે છે. આજ કારણ છે કે જ્યારે તમે કોઇ પ્રતિષ્ઠિત જગ્યાએ વિકિપીડિયાનો સ્ત્રોત આપો તો હાસ્યાસ્પદ ઠરશો.
-
હવે થોડી વિકિપીડિયાની વાત કરી લઇએ....9 ડિસેમ્બર 2023 સુધી વિકિપીડિયા ઉપર લગભગ 67,54,834 આર્ટિકલ અંગ્રેજીમાં તેમજ અન્ય ભાષાઓમાં લખાઇ ચૂક્યાં છે. લગભગ 4.3 અબજ શબ્દોને આ જ્ઞાનકોશે પોતાનામાં સમાવેશ કર્યો છે. સ્વાભાવિક છે આટલા વિશાળ જ્ઞાનકોશને આ બદીમાંથી બચાવવું અત્યંત જરૂરી છે. જે કંપનીએ આ બીડું ઝડપ્યું છે તેનું નામ છે...Samaya AI. આર્ટિકલની લિંક નીચે મૌજૂદ છે.
https://www.nature.com/articles/s42256-023-00726-1
આ કંપનીએ AI આધારિત એક ન્યૂરલ નેટવર્કનું અલ્ગોરિધમ બનાવ્યું છે જેને SIDE કહે છે. તેનું કામ વિકિપીડિયા આર્ટિકલની નીચે મૌજૂદ જેટલી પણ લિંક છે તેનું વિશ્લેષણ કરવાનું રહેશે. જેમકે કોઇ લિંકનો સોર્સ મોજૂદ નથી તો તે તેની અવેજીમાં અન્ય સોર્સ આપણને ઉપલબ્ધ કરાવશે. અહીં એક વાતનો ખુલાસો કરી લઇએ કે, ઘણાં મિત્રોને થતું હશે કે આ વિષયક આપણે chatgpt અથવા google bard ની સહાય લેવા જઇ રહ્યાં છીએ, તો તમને જણાવી દઇએ કે એવું કશું જ નથી કેમકે chatgpt અને google bard પોતે જ ઘણી ભૂલો કરે છે કે જ્યારે તેમની પાસેથી કોઇ સંદર્ભ માંગવામાં આવે. તો યાદરાખો કે...AI નો મતલબ કેવળ chatgpt અને google bard નથી, બલ્કે AI એક ખુબજ મોટો વિષય છે અને chatgpt તથા google bard તો તેની ઘણી નાની application છે.
-
હવે તે કાર્ય કઇરીતે કરશે તે જોઇએ...સૌપ્રથમ તો તેને વિકિપીડિયાનો એક આર્ટિકલ આપવામાં આવશે જેની નીચે લિંક્સ પણ મૌજૂદ હોય. તે સઘળી લિંક્સને વારાફરતી ચેક કરશે. જો તે લિંક્સ ન ખુલી તો ઉપર જણાવ્યા મુજબ પોતાનો સંદર્ભ તે જણાવશે અને જો તે લિંક્સ ખુલી તો...તે મુખ્ય એટલેકે mother article ને વાંચી તેમાંના keyword શોધશે અને તેમનો ખુલેલી લિંક્સ સાથે મેળ કરશે કે, ખરેખર આ શબ્દોના કોઇ સંબંધ આ આર્ટિકલ સાથે છે ખરા કે બધુ કપોળકલ્પિત છે? જો આટલું ઓકે થયું તો તે લિંકને માન્ય ગણશે પરંતુ જો લિંક મેચ ન થઇ તો તે પોતે ઇન્ટરનેટ ઉપરથી શોધખોળ કરીને જે બહેતરીન આર્ટિકલ હશે તેને suggest કરશે.
-
ભલે સાંભળવામાં સરળ લાગતું હોય પરંતુ આ કાર્ય એટલું જટિલ રીતે થશે કે વાત જવા દો. Fabio Petroni કે જેઓ Samaya AI કંપનીનું નેતૃત્વ કરે છે તેમણે વિકિપીડિયાના થોડાં રેન્ડમ આર્ટિકલ લઇ આ સોફ્ટવેરને ચકાસવા માટે આપ્યાં. તમને જાણીને નવાઇ લાગશે કે તેમાંથી 50% આર્ટિકલને આ સોફ્ટવેરે નકારી કાઢ્યા. જ્યારે મનુષ્યોએ તેના તારણોની વિશ્વસનીયતા ચેક કરી તો, ખબર પડી કે તેનું તારણ બિલકુલ સચોટ હતું. આ તો શરૂઆતી ચરણ છે. આના ઉપરથી જ ખ્યાલ આવી જાય કે વિકિપીડિયા ઉપર કેટલો કચરો ઠલવાયો છે(ખાસ કરીને ઇતિહાસ અને ધાર્મિકતાના નામે).
-
આ તો થઇ સંદર્ભની વાત પણ...પણ...મુખ્ય આર્ટિકલના લોચાને પણ આપણે સુધારવા છે. તો તેનું પોસ્ટમોર્ટમ પણ આ સોફ્ટવેર ચપટી વગાડતા કરશે. હાં, શરૂઆતી ચરણમાં થોડી અડચણ હશે પરંતુ ધીમેધીમે આ સોફ્ટવેર એટલું અસરકારક કાર્ય કરતું થઇ જશે કે પુરાણી દાવાયુક્ત ઘણી બાબતોના પાટીયા પડી જવાના છે. તો આ રીતે ધીમેધીમે આપણે, આપણા સાયન્ટિફિક નોલેજને સુધારવા જઇ રહ્યાં છીએ.
.png)
No comments:
Post a Comment