Wednesday, May 10, 2023

Future Textile

 



શું તમે એવા પોશાકની કલ્પના કરી શકો જે ક્યારેય પલળે નહીં, ગંદા પણ નહીં થાય, ધોવાની જરૂર પડે, ઇસ્ત્રી કરવાની પણ જરૂરિયાત ઉભી થાય?

-

આજની ટેકનોલોજી આપણને વાળથી પણ એક લાખ ગણા નાના લેવલે જઇને વસ્તુઓ બનાવવા માટેની વાત કરે છે. જેને નેનો ટેકનોલોજી કહે છે. જો નેનો ટેકનોલોજીના સાઇઝની વાત કરીએ તો....DNA ની પહોળાઇ 2.5 નેનોમીટર હોય છે, આપણા એક રક્તકણનું કદ 7000 નેનોમીટર હોય છે, માનવીના વાળની પહોળાઇ એક લાખ નેનોમીટર હોય છે. તો ઉપરથી અંદાજો લગાવો કે નેનોમીટર કેટલું સૂક્ષ્મ માપ છે! લેવલે જઇને હવે આપણે વસ્તુઓ બનાવવા માંડ્યા છે જેમકે પ્રોસેસર(ચિપ) પરંતુ!! નેનો ટેકનોલોજીએ હવે કાપડ-ઉદ્યોગમાં એન્ટ્રી કરી છે.

-

સૌપ્રથમ નજર કરીએ Liquid Repellent Clothing તરફ. જેમાં silica નેનો પાર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. પાર્ટિકલ્સ surface tension(પૃષ્ઠતાણ) ને વધારી દે છે. તેથી કોઇપણ પ્રવાહી કપડાંની અંદર પ્રવેશી નથી શકતું. ફળસ્વરૂપ કપડાં ભીના થતાં નથી. બીજો મુદ્દો જોઇએ....Self Cleaning Cloths. એવા કપડાં હોય છે જેઓ ખુદ પોતાને સાફ કરે છે. માટે તેમાં silver નેનો પાર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેટલા વધુ સમય સુધી આપણે કપડાં પહેરી રાખીએ તેમતેમ તેમાં એક ખાસ પ્રકારના બેક્ટીરિઆ જમા થવા માંડે છે અને તે વાસ/ગંધ ઉત્પન્ન કરે છે. જો તે બેક્ટીરિઆને ખતમ કરી દેવામાં આવે તો ગંધનો પ્રશ્ન રહે. માટે silver નેનો પાર્ટિકલ્સને કપડાંના તાંતણાઓ મધ્યે નાંખી દેવામાં આવે છે જે બેક્ટીરિઆને નાબૂદ કરી નાંખે છે. પરિણામે કપડાં લાંબા ગાળા સુધી ફ્રેશ રહે છે.

-

હવે જોઇએ કે જો કપડાં ઉપર કોઇ ડાઘ પડ્યો હોય તો તેને કઇરીતે દૂર કરી શકાશે? માટે Royal Melbourne Institute of Technology(Australia) એક ઓર્ગેનિક પદાર્થને સૂર્યના કિરણોની મદદથી વિઘટિત કર્યો જેમાં તેમણે copper silver based nanoparticles નો ઉપયોગ કર્યો. જેનાથી કપડાંના ડાઘ સાફ થઇ ગયા. તેથી હવે ભવિષ્યમાં આપણને ડીટરજન્ટ(સફાઇદ્રવ્ય) ની પણ જરૂર નહીં પડે. પણ....પણ....અહીં એક મુશ્કેલી પણ છે. જો આપણે આવા નેનો પાર્ટિકલ્સને ફેબ્રિકમાં નાંખીશું તો સ્વાભાવિક છે તેઓ ત્યાંથી મુક્ત પણ થશે અને જ્યારે મુક્ત થશે ત્યારે તેઓ વાતાવરણમાં પહોંચશે. નેનો પાર્ટિકલ્સ અન્ય પ્રજાતિઓને કેવીક અસર કરશે? તેની આપણને એટલી બધી જાણકારી નથી. ઘણાં એવા નેનો પાર્ટિકલ્સ છે જેઓ toxic ions માં રૂપાંતર થઇ શકે છે. માટે આની ઉપર હજી ઘણું રિસર્ચ થઇ રહ્યું છે.

 


No comments:

Post a Comment