Wednesday, May 31, 2023

કેટલા નજીક છતાં કેટલા દૂર!!

 

UPSC માં નાપાસ થવું કેટલું સુંદર હોય છે!

 

UPSC માટે સખત મહેનત કરનારા તમામ લોકોને સમર્પિત છે પોષ્ટ. કેવળ UPSC માટે નહીં પરંતુ તે સર્વેને સમર્પિત છે જેઓ વારંવાર પ્રયત્ન કરવા છતાં કોઇને કોઇ exam માં નાપાસ થયા હોય.

-

દર વર્ષે લગભગ 10 લાખ લોકો સિવિલ સર્વિસ પરીક્ષા માટે અરજી કરે છે. તેમાંથી ખરેખર કેટલા લોકોને ખુશી મળે છે? દસમાંથી 5 લાખથી વધુ લોકો પ્રિલિમ exam આપી નથી શકતાં(જેના વિવિધ કારણો હોય છે જેમકે...કામ, પરિવાર વગેરે). જે 5 લાખ લોકો પ્રિલિમ આપે છે તેમાંથી 4 લાખ 85 હજાર લોકો પ્રિલિમ ક્લિયર નથી કરી શકતાં. જે 15 હજાર લોકો પ્રિ ક્લિયર કરી mains exam આપે છે તેમાંથી 12 હજાર બહાર નીકળી જાય છે. કેમ? કેમકે પાંચ દિવસની અંદર નવ કઠિન પેપરો તેમને આપવાના હોય છે(જેમાં દેશ-દુનિયાની હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટિક્સ, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, એથિક્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સોશિયોલોજી, કરંટ અફેઅર્સ, સાયન્સ વગેરે). કેટલા નજીક છતાં કેટલા દૂર!! બચેલા ત્રણ હજાર લોકો ઇન્ટરવ્યુ આપે છે, તેમાંથી બે હજાર લોકો કેટલાક નંબરોથી પાછળ રહી જવાના કારણે શોર્ટલિસ્ટ નથી થતાં અને હતાશ થઇ જાય છે તેમજ તેમની કારકિર્દીનું એક વર્ષ રિવર્સ થઇ જાય છે. કેટલા નજીક છતાં કેટલા દૂર!!

-

છેલ્લે વધેલા હજાર લોકો માંથી 900 લોકો ખુશ નથી હોતા. કેમ? કેમકે તેમને પોતાના પસંદની પોષ્ટ નથી મળતી. વિશ્વાસ આવતો હોય તો જેના ઓળખીતા ITS, IIS, IRTS માં હોય એમને પુછી જુઓ કે તેઓનો મોહભંગ થયો છે કે નહીં? કેમકે તેઓ જે પોષ્ટ ઉપર છે તેનો ચાર્મ નથી. ચાર્મ તો બસ IAS, IPS અને IFS નો હોય છે, બાકી તો બધી સરકારી નોકરી હોય છે. જો તેમને એક નંબર વધુ મળ્યો હોત તો તેઓ IAS બની શકતા હતાં. કેટલા નજીક છતાં કેટલા દૂર!!

-

અંતે ટોપ 100 માંથી 30 લોકો નાખુશ હોય છે કેમકે તેમને પોતાની પસંદગીના કેડર નથી મળતા. જેને મુંબઇ જોઇતું હોય તેને નાગાલેન્ડ મળે છે. એવી જગ્યાએ મોકલવામાં આવે છે જ્યાંની ભાષા, કલ્ચર કંઇપણ તેમને સમજાતુ નથી. જો તેમને એક નંબર વધુ મળ્યો હોત તો તેઓ પોતાના રાજ્યમાં હોત અથવા પોતાના શહેરમાં. કેટલા નજીક છતાં કેટલા દૂર!! તો 10 લાખ લોકોમાંથી 9 લાખ, 99 હજાર, 930 લોકો નાખુશ છે(અલગ-અલગ કારણોથી). શું આપણે આપણી માનસિક સ્થિતિને તેવી વસ્તુઓ વડે ઘડવી જોઇએ જે આપણા નિયંત્રણની બહાર છે? શું આપણી ખુશી કેવળ કોઇ પરીક્ષામાં પાસ થવા ઉપર નિર્ભર છે? જાતે નક્કી કરો....