Saturday, March 25, 2023

ધરતીકંપ

 



તાજેતરમાં તુર્કી દેશમાં ખોફનાક-ભયંકર ધરતીકંપ આવ્યો. જેણે હજારો લોકોના જીવ હણી લીધા. ધરતીકંપ જે જગ્યાએ આવ્યો તેનું નામ Gaziantep છે. દરઅસલ અહીં બે મોટાં ઝટકાં આવ્યા. પહેલો ઝટકો 7.8 તીવ્રતાનો હતો જ્યારે બીજો ઝટકો થોડાં કલાકો બાદ, થોડાં અંતરે 7.5 તીવ્રતાનો હતો. બંન્ને ઝટકાઓએ તુર્કીને હલબલાવી નાંખ્યું. આતો બે મુખ્ય shock હતાં પરંતુ તમને જણાવી દઇએ કે અત્યારસુધી લગભગ 285 નાના-મોટા aftershocks ત્યાં આવી ચૂક્યા છે. આવા ઘણાં ધરતીકંપો પહેલા પણ ત્યાં આવી ચૂક્યા છે. તો ધરતીકંપોનું કારણ શું?

-

આનું કારણ છે....ટેક્ટોનિક્સ પ્લેટ!! તુર્કીમાં ચાર ટેક્ટોનિક્સ પ્લેટની ક્રિયા-પ્રતિક્રિયા(interaction) થાય છે(જુઓ નીચેની ઇમેજ, જેમાં arrow વડે તેમનું દબાણ અને ગતિની દિશા પણ દર્શાવી છે). dynamics(ગતિશીલતા) એટલા ખતરનાક છે કે વાત જવા દો. ધરતીકંપે શા માટે આટલી ખુંવારી સર્જી? કારણને જાણવા આગળનું વિવરણ ધ્યાનપૂર્વક વાંચો....



-

ટેક્ટોનિક્સ પ્લેટની હલનચલનને કારણે સામાન્યપણે ધરતીકંપ આવે છે. હલનચલનના પણ વિવિધ પ્રકારો છે(જેની ભીતર નથી જવું). જો આપણે અત્યારસુધી આવેલ ધરતીકંપને ટેક્ટોનિક્સ પ્લેટના નકશા ઉપર પ્લોટ કરી દઇએ તો તમે જોશો કે અધિકતર ધરતીકંપો ત્યાં આવ્યા છે જ્યાં ટેક્ટોનિક્સ પ્લેટ(એટલેકે fault lines) મૌજૂદ છે(જુઓ નીચેની ઇમેજ). fault line ખડકોને તોડે છે પરિણામે ત્યાં એટલું બધું દબાણ ઉત્પન્ન થાય છે કે યા તો ખડકો તૂટે છે, યા તો ઓગળી જાય છે, યા તો આપસમાં ખુબજ ઘર્ષણ ઉત્પન્ન કરે છે, અંતે ધરતીકંપ આવે છે.



-

હવે જોઇએ કે ધરતીકંપે આટલી ખુંવારી શા માટે સર્જી? એનું કારણ છે hypocenter. એપી સેન્ટર અને hypocenter બંન્ને ભિન્ન વસ્તુઓ છે. એપી સેન્ટર પૃથ્વીની સપાટી ઉપર અનુભવાયેલું સૌપ્રથમ ભૂકંપનું કેન્દ્રબિંદુ છે જ્યારે hypocenter પૃથ્વીના પેટાળમાં જે તે ભૂકંપના કેન્દ્રબિંદુની ઊંડાઇ દર્શાવે છે(જુઓ નીચેની ઇમેજ-1). hypocenter જેટલું ઊંડુ તેટલી ખુંવારી ઓછી અને જેટલું સપાટીની નજીક તેટલી ખુંવારી વધુ. કેમ? કેમકે hypocenter જેટલું ઊંડુ તેટલા આઘાતના તરંગોને સપાટી સુધી પહોંચવામાં સમય વધુ લાગે. અર્થાત પેટાળમાં ફેલાતા-ફેલાતા અંતે સપાટી સુધી પહોંચવામાં તેમની ઘણી ખરી શક્તિ ક્ષીણ થઇ ચૂકી હોય છે. તમને જણાવી દઇએ કે તુર્કી ભૂકંપનું hypocenter ફક્ત 10 કિલોમીટર ઊંડુ હતું. 'ફક્ત' કેમ કહ્યું તેનો જવાબ જુઓ...પૃથ્વીના પેટાળના વિવિધ સ્તરો છે જેમાનું સૌથી પાતળું સ્તર crust છે કે જેના ઉપર આપણી સઘળી નક્કર જમીન ટકી છે અને તેની જાડાઇ છે લગભગ 100 કિલોમીટર(જુઓ નીચેની ઇમેજ-2). ટૂંકમાં hypocentre ઊંડુ હોવાના કારણે આટલી તબાહી થઇ.




-

તો થઇ કુદરતી ધરતીકંપની વાત પરંતુ શું મનુષ્ય ધારે તો પૃથ્વી ઉપર ધરતીકંપ લાવી શકે છે? જવાબ છે...હાં. જેને induced earthquake કહે છે. જેની પાછળ ઘણાં કારણો છે. અહીં આપણે એક-બે કારણો જોઇ લઇએ. પ્રથમ...પૃથ્વી અંદરથી ગરમ છે અને જમીનની નીચે પાણી પણ મૌજૂદ છે. ઘણી જગ્યાએ પાણી આંતરિક ગરમીને કારણે વરાળમાં બદલાઇ ચૂક્યૂં છે. વરાળને બહાર ખેંચી આપણે વીજળીમાં રૂપાંતરિત કરીએ છીએ જેને geothermal power plant કહે છે. વરાળને બહાર કાઢવા માટે જ્યારે આપણે જમીનની અંદર ડ્રીલ કરીએ છીએ ત્યારે આપણે ખડકોને તોડીએ છીએ( વાત પેટ્રોલિયમ પેદાશો અર્થે કરવામાં આવતા ડ્રીલને પણ લાગુ પડે છે) અને જ્યારે ખડકો તૂટે છે ત્યારે ત્યાં દબાણ, ઘર્ષણ ઉત્પન્ન થાય છે. પરિણામે જમીનની અંદર એક અસંતુલનની સ્થિતિ ઉદભવે છે. જેના કારણે નાના/સૂક્ષ્મ ભૂકંપો આવે છે. જો કે ભૂકંપો એટલા નાના હોય છે કે તેમને આપણે લગભગ અનુભવી પણ નથી શકતાં.

-

બીજું, પાણીના બંધ(dam) નું નિર્માણ કરવાથી પણ ભૂકંપ આવે છે. જો તમે ડેમનું નિર્માણ fault line આસપાસ કર્યુ છે તો તે ભૂકંપને નોતરી શકે છે. એક ઉદાહરણ જુઓ....અમેરિકાનું એક રાજ્ય oklahoma માં અઢળક ડ્રીલ થઇ રહ્યાં હતાં જેના કારણે ત્યાં ફક્ત ત્રણ વર્ષની અંદર સરેરાશ પ્રતિવર્ષ લગભગ 700 થી વધુ ભૂંકપો આવી ચૂક્યા છે(જુઓ નીચેની ઇમેજ). મિત્રો યાદરહે, સ્થાન fault line ની સહેજેય નજીક નથી છતાં ત્યાં ભૂકંપ આવ્યા. માટે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભૂકંપો ડ્રીલના કારણે આવ્યા છે. ચાલો તો ચર્ચા થઇ માનવ દ્વારા નિર્મિત ધરતીકંપની પણ....પણ.....અહીં એક મુદ્દો એવો પણ છે જે માનવનિર્મિત હોવા સાથેસાથે ખુબજ ખતરનાક છે અને તે છે...પરમાણુ વિસ્ફોટ(nuclear explosion).



-

અમેરિકાએ અત્યારસુધી લગભગ 1000 થી વધુ પરમાણુ શસ્ત્ર પરીક્ષણો કર્યા છે. પરીક્ષણો તેણે સ્પેસથી લઇને જમીનની અંદર સુધી કર્યા છે. વાત અલગ છે કે પાછળથી અમુક કરારો કરી તેણે પરમાણુ પરીક્ષણો રોકવા પડ્યા. એક પરમાણુ પરીક્ષણ તરફ નજર કરીએ જે અમેરિકાએ 1971 માં અલાસ્કાના એક ટાપુ ઉપર કર્યુ. જેમાં પરમાણુ શસ્ત્રને જમીનની અંદર ફોડવામાં આવ્યું. જેના કારણે ત્યાં 6.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને ત્રીસ દિવસની અંદર તેના 1000 થી વધુ aftershocks આવ્યા. આખી ઘટનાને કેમેરામાં કેદ કરવામાં આવી(જુઓ નીચેનો વીડિઓ જેથી જગત જમાદારની કરતૂતોનો ખ્યાલ આવે). હવે આખરે સવાલ ઉદભવે છે કે શું આવા ભૂંકપોને નિશ્ચિત કોઇ સ્થાને ટાર્ગેટ કરી લાવી શકાય? જવાબ.....ખબર નથી!!


https://www.google.com/search?q=moviemongerhz.+1971+earthquake+in+alaska&ei=x1wYZMbdBrukz7sP1_6DqAk&ved=0ahUKEwiG3bTty-r9AhU70nMBHVf_AJUQ4dUDCA8&oq=moviemongerhz.+1971+earthquake+in+alaska&gs_lcp=Cgxnd3Mtd2l6LXNlcnAQDDIFCAAQogQ6CggAEEcQ1gQQsAM6BwghEKABEAo6BAghEBU6BQghEKABSgQIQRgAUKkOWKaDBGDCqwRoAXABeACAAcoCiAGMMZIBCDAuNS4xNy40mAEAoAEByAEIwAEB&sclient=gws-wiz-serp#fpstate=ive&vld=cid:3dc62677,vid:UPwSN9gUG5c


 


No comments:

Post a Comment