જેમજેમ મનુષ્ય પ્રગતિ કરી રહ્યો છે તેમતેમ તે વધુ ને વધુ ડેટા બનાવી રહ્યો છે. આ આંકડાઓ ઉપર નજર કરો. 2018 માં આપણે 33 ઝેટાબાઇટ ડેટા બનાવ્યો(1 ઝેટાબાઇટ= 1000000000000000000000 બાઇટ) પરંતુ શું તમે જાણો છો કે 2025 માં માનવી કેટલો ડેટા બનાવશે? જવાબ છે...175 ઝેટાબાઇટ(જુઓ નીચેની ઇમેજ). આ ડેટા કેટલો વધુ છે તેને આ રીતે સમજો. જો આ ડેટાને સમાવવા તમે 10GB ની હાર્ડ ડિસ્કને પૃથ્વીના વિષુવવૃત્ત ઉપર એકબીજાની બાજુમાં મુકવાનું શરૂ કરો તો લગભગ 40 થી 50 ચકરાવા સમગ્ર વિષુવવૃત્તને મારવા પડે. તો આટલા નિશાળ ડેટાનો સંગ્રહ ક્યાં કરીશું?
-
ડેટા સ્ટોરેજ માટે આપણી પાસે એજ પુરાણી, ઘસાયેલ ટેકનોલોજી છે. આપણી drives મોટી હોય છે, તૂટી શકે છે, એમની લાઇફ પણ ઘણી ઓછી હોય છે સાથેસાથે તેમને ઉર્જાની પણ ખુબ જરૂર પડે છે. આ બધી પળોજણમાંથી મુક્તિ મેળવવા આપણે હવે biological hard drive એટલેકે DNA તરફ જઇ રહ્યાં છીએ. DNA માં લાખો વર્ષ સુધી ડેટા સંગ્રહિત રહી શકે છે, તેને એવી કોઇ ઉર્જાની પણ જરૂર નથી પડતી તેમજ તે અતિશય ગીચ(dense) હોવાના કારણે ખુબ ઓછી જગ્યા રોકે છે. રેતીના એક નાના કણ જેટલા કદના DNA માં દસ ડિજિટલ ફિલ્મ સમાઇ શકે છે. એક ગ્રામ DNA માં 215 મિલિયન GB ડેટા સ્ટોર થઇ શકે છે. દુનિયામાં જેટલો પણ ડેટા છે જો તેને DNA માં ભેગો કરવામાં આવે તો કદાચ બે થી ત્રણ ટ્રકની અંદર સમાઇ જાય. નીચેની ઇમેજમાં ડેટાનું encoding કઇરીતે થશે તે જુઓ.
-
આ માટે કુત્રિમ DNA પણ તૈયાર કરાઇ રહ્યાં છે. કુત્રિમ DNA સિવાય કુદરતી DNA માં પણ ડેટાને સ્ટોર કરી શકાય છે પરંતુ તકલીફ ફક્ત એક જ છે કે તે ડેટાનું પ્રોસેસિંગ કઇરીતે કરવું? ઉદાહરણ તરીકે જો આપણી પાસે ડેટાનો એક નમૂનો છે તેમાં બીજો થોડો ડેટા ઉમેરવો છે અથવા ગુણાકાર કરવો છે તો શું કરવું? આ બાબતે અત્યારસુધી આપણી રિસર્ચ ખામોશ હતી પરંતુ તાજેતરમાં જ ટોકિયોની યુનિવર્સિટી અને ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ સાથે મળી આનો તોડ કાઢી નાંખ્યો છે(રિસર્ચ પેપરની લિંક નીચે મૌજૂદ છે). university of columbia એ થોડા સમય પહેલાં એક જીવતા બેક્ટીરિયાના DNA માં hello શબ્દની સિકવન્સ નાંખી દીધી અને બાદમાં તેને વાંચી પણ ખરી. ઘણાં છોડવાઓ ઉપર પણ આ પ્રયોગ કરાઇ રહ્યો છે જેને data garden કહે છે. મતલબ આપણે હવે જીવિત વસ્તુઓમાં પણ ડેટા સ્ટોર કરી શકીએ છીએ.
https://www.nature.com/articles/s41586-022-05218-7#article-info



No comments:
Post a Comment