આપણાં બ્રહ્માંડમાં વિશાળકાય બ્લેકહોલ્સ મૌજૂદ છે. જેમજેમ આપણી ટેકનોલોજી વિકસિત થઇ રહી છે તેમતેમ આપણે વધુથી વધુ બ્લેકહોલ્સ શોધી રહ્યાં છીએ. એક ઉદાહરણ...J1144. આ બ્લેકહોલને ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ જૂન 2022 માં શોધ્યો. આ એક ખુબજ વિશાળકાય બ્લેકહોલ છે જેને Quasar કહેવામાં આવે છે. આનું દળ(mass) આપણા સૂર્ય કરતા લગભગ ત્રણ અબજ ગણું વધારે છે. તેમજ આપણી ગેલેક્ષીના કેન્દ્રમાં રહેલ supermassive બ્લેકહોલ Sagittarius A કરતા પાંચસો ગણો વધુ વિશાળ છે. આ દાનવ એક સેકન્ડમાં લગભગ આપણી પૃથ્વી જેટલું દળ ઓહિયા કરી જાય છે. એક અંદાજો તમને આપું કે આપણું સમગ્ર સૂર્યમંડળ આ બ્લેકહોલમાં સમાઇ શકે છે. તેની accretion disk આપણી ગેલેક્ષી કરતા 7000 ગણી તેજસ્વી છે. આપણો અંદાજો છે કે છેલ્લાં નવ અબજ વર્ષમાં આટલો વિશાળકાય બ્લેકહોલ આપણને જોવા નથી મળ્યો.
-
આપણી ગેલેક્ષીના કેન્દ્રમાં તો સુપર મેસીવ બ્લેકહોલ મૌજૂદ છે જ પરંતુ હવે આપણે જાણીએ છીએ કે ગેલેક્ષીમાં પણ અલગ-અલગ જગ્યાએ બ્લેકહોલ મૌજૂદ છે. આપણું સૂર્યમંડળ લગભગ 70088000 કિ.મી/કલાકની ઝડપે અવકાશમાં મુવ કરી રહ્યું છે. જો આપણે બ્લેકહોલની વાત કરીએ(ખાસ કરીને rogue બ્લેકહોલ અર્થાત એવા બ્લેકહોલની, જેઓ ભટકી ગયા છે અને કોઇપણ સિસ્ટમમાં મૌજૂદ નથી) તો તેઓ ત્રીસથી પચાસ લાખ કિ.મી/કલાકની ઝડપે મુવ કરી રહ્યાં હોય છે.
-
પરંતુ!! આપણને વિશેષ દિલચશ્પી એવા બ્લેકહોલમાં છે જેઓ પૃથ્વીથી ઘણાં નજીક હોય. એવો જ એક બ્લેકહોલ છે...OGLE-2011-BLG-0462. જે પૃથ્વીથી લગભગ 5000 પ્રકાશવર્ષ દૂર carina sagittarius arm માં મૌજૂદ છે. આનું દળ આપણા સૂર્ય કરતા લગભગ સાત ગણુ વધુ છે. તેની ગતિ 160000 કિ.મી/કલાકની છે. આ એક rogue બ્લેકહોલ છે. અર્થાત તે કોઇ નિશ્ચિત દિશામાં ગતિ નથી કરી રહ્યો એટલામાટે વૈજ્ઞાનિકો તેને ખતરનાક માની રહ્યાં છે. આપને જાણીને નવાઇ લાગશે કે ફિલહાલ 100 મિલિયન જેટલા બ્લેકહોલ આપણી ગેલેક્ષીમાં મૌજૂદ છે. પણ...પણ....તાજેતરમાં વૈજ્ઞાનિકોએ એક બ્લેકહોલ શોધ્યો છે જે આપણાથી ફક્ત 1500 પ્રકાશવર્ષ જ દૂર છે.
-
તેનું નામ Gaia BH1 છે. જેનું દળ આપણા સૂર્ય કરતા દસ ગણુ વધુ છે. તેની ફરતે એક તારો ચક્કર લગાવી રહ્યો છે અને વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે તે તારાની ફરતે કેટલાંક ગ્રહો પણ ચક્કર લગાવી રહ્યાં છે. જરા વિચારી જુઓ કેટલો ખુબસુરત નજારો હશે કે ગ્રહો એક તારાના ચક્કર લગાવી રહ્યાં છે પરંતુ તે તારો આપણી આકાશગંગાની મધ્યમાં મૌજૂદ વિશાળકાય બ્લેકહોલને બદલે એક ભટકતા બ્લેકહોલના ચક્કર લગાવી રહ્યો છે અને તે ભટકતો બ્લેકહોલ આકાશગંગાની મધ્યમાં મૌજૂદ વિશાળકાય બ્લેકહોલના ચક્કર લગાવી રહ્યો છે.
-
કહેવાનો મતલબ ગેલેક્ષીની મધ્યમાં મૌજૂદ વિશાળકાય બ્લેકહોલની ફરતે કેવળ વિવિધ સૂર્યમંડળો જ ચક્કર નથી લગાવી રહ્યાં બલ્કે ભટકતા બ્લેકહોલ પણ ચક્કર લગાવી રહ્યાં છે. આ ઉપરથી વૈજ્ઞાનિકો એવું અનુમાન લગાવી રહ્યાં છે કે કેટલાક બ્લેકહોલ આપણા સૂર્યમંડળની આસપાસ પણ હોય શકે છે, અલબત્ત કેટલાક આપણા સૂર્યમંડળની અંદર પણ હોય શકે છે. તમને જરૂર પ્રશ્ન થતો હશે કે અગર સૂર્યમંડળની અંદર બ્લેકહોલ હોય તો તે સઘળા ગ્રહોને આરોગી ન જાય? ના....કેમકે હજી આપણને બ્લેકહોલની એટલી જાણકારી નથી. આપણે એવું સમજીએ છીએ કે બ્લેકહોલ એક વેક્યુમ ક્લીનરની જેમ કાર્ય કરે છે જે દૂરથી જ વસ્તુઓને ખેંચી ખાય જાય છે પરંતુ આપણી આ સમજ અધુરી છે.
-
કમ્પ્યુટર સિમ્યુલેશને આપણને જણાવ્યુ છે કે, સૂર્યના દળ બરાબરનો જો એક બ્લેકહોલ આપણા સૂર્યમંડળની મધ્યમાં(સૂર્યની જગ્યાએ) મૂકી દઇએ તો, આપણી પૃથ્વીનો તેની ફરતે નો ચકરાવો બદલાશે નહીં. પૃથ્વી બિલકુલ તે પ્રમાણે જ તેના ચક્કર લગાવતી રહેશે જેમ ફિલહાલ સૂર્યના ચક્કર લગાવે છે. અર્થાત તે બ્લેકહોલ પૃથ્વીને ગળી નહીં જાય પરંતુ ફરક એટલો પડશે કે તે બ્લેકહોલની accretion disk એટલી ઉર્જા ઉત્પન્ન કરશે કે, પૃથ્વીનો તે હિસ્સો જે બ્લેકહોલની સામે હશે તે એટલો ગરમ થઇ જશે કે તે ભાગનું પાણી પાષ્પીભવન થઇ જશે, તે ભાગની ધાતુ ઓગળી સ્પેસમાં વિખેરાઇ જશે અને અંતે પૃથ્વી ટુકડાઓમાં વિભાજીત થઇ જશે. છતાં, પૃથ્વીના ભાગો બ્લેકહોલ તરફ નહીં જશે ત્યાંસુધી જ્યાંસુધી તેઓ તેના event horizon ને પાર નહીં કરે.

No comments:
Post a Comment