મનુષ્યનો જ્યારે ઉદભવ થયો ત્યારે તેણે દિવસના અજવાળામાં કામ કરવાનું શીખ્યું અને રાત્રે ઉંઘવાનું. આ ક્રમ નિયમિત ચાલ્યો પરંતુ ઉદ્યોગીકરણના કારણે સૌપ્રથમ આપણે સોડિયમ બલ્બ(પીળા કલરના બલ્બ) નો આવિષ્કાર કર્યો કે જે એટલા હાનિકારક નહોતાં. પણ....પછી આપણે સફેદ પ્રકાશવાળી લાઇટોનો આવિષ્કાર કર્યો જે ખુબજ નુકસાનકારક સાબિત થયો. કઇરીતે? વાંચો આગળ...
-
સફેદ લાઇટોમાં આપણું શરીર દિવસ અને રાતનો તફાવત કરવામાં ગોટે ચઢ્યું. જ્યારે આની ઉપર રિસર્ચ હાથ ધરાયું ત્યારે ખબર પડી કે આપણાં હાર્મોન પરેશાન છે. તેઓને ખબર જ નથી પડતી કે હવે કરવું શું? આની ઉપર હજીય ઘણું રિસર્ચ થઇ રહ્યું છે. ચાલો સફર કરીએ Sleep Lab EU Clock ની, કે જે યુરોપમાં છે અને તે લોકોની ઉંઘ ઉપર રિસર્ચ કરે છે. તેમણે અમુક લોકોને એવા બંધ ઓરડાઓમાં રાખ્યા જેમાં દિવસ અને રાત્રિનો ફરક મહેસુસ નહોતો થતો. આ સ્થિતિમાં તેઓના વિવિધ test કરવામાં આવ્યા અને અંતે જાણ થઇ કે, તેઓની બાહરી ઘડિયાળ અને આંતરિક ઘડિયાળ એટલેકે શારીરિક ઘડિયાળ(કે જે બે આંખો વચ્ચેના આંતરિક ભાગમાં લગભગ બે-ત્રણ સેન્ટીમીટર બાહ્ય સપાટીથી અંદર તરફ હોય છે) વચ્ચેનો ક્રમ(sequencing) બિલકુલ ખોરવાઇ ગયો હતો.
-
આપણાં શરીરની આંતરિક ઘડિયાળ(biological clock) આપણને કહે છે કે ભૂખ ક્યારે લાગશે, ઉંઘવું ક્યારે, જાગવું ક્યારે? વગેરે...આપણાં શરીરની સંપૂર્ણ functionality તેના રહેમો-કરમ ઉપર ચાલતી હોય છે. જો આ આંતરિક અને બાહરી ઘડિયાળ વચ્ચે સમન્વય ન જળવાયો તો circadian rhythm(કે જે ટેકનિકલ નામ છે) તે ખોરવાઇ જાય છે અને વિવિધ ખાસ કરીને કેન્સર જેવી બીમારીઓ થાય છે. WHO(World Health Organization) એ હવે પુષ્ટિ કરી છે કે જે લોકો શિફ્ટમાં કામ કરે છે/અનિયમિત ઉંઘ લે છે તેઓને કેન્સર તેમજ અન્ય બીમારી થવાનું જોખમ વધી જાય છે. કેમકે ઉંઘ દરમિયાન શરીર Melatonin નામક એક antioxidant હાર્મોન ઉત્પન્ન કરે છે. જેનું કાર્ય કોષોનું સમારકામ કરવાનું છે. અનિયમિત ઉંઘ ધીમેધીમે આ હાર્મોનનું ઉત્પાદન રોકી દે છે જે છેવટે કેન્સરમાં પરિણમે છે.
-
હવે આવીએ આપણાં બીજા સવાલ ઉપર...શું તમને ક્યારેય
એવું લાગ્યું કે બાળપણમાં રાત્રે આકાશમાં જેટલા તારાઓ દેખાતા હતાં, હવે એટલા નથી દેખાતા? ભલે તમે મહેસુસ ન કર્યુ હોય છતાં આ વાત સાચી છે કે આકાશમાં તારાઓ ધીમેધીમે ઓછા દેખાય છે. જેનું કારણ છે light pollution. વાત કરીએ ઇઝરાયેલ દેશની. ત્યાંના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે ભૂરા રંગનો પ્રકાશ સૌથી વધુ નુકસાનકારક છે. તેની frequency વધુ હોય છે અને તેની એક ખાસિયત હોય છે કે તે scattered(વીખેરાય) જલ્દી જાય છે. આજ કારણ છે કે આપણને આકાશ ભૂરું દેખાય છે. આ વીખેરાયેલ પ્રકાશ, ટેલિસ્કોપ વડે આકાશનું અધ્યયન કરનારાઓ માટે બાધારૂપ છે. તેઓને પ્રકાશની હાજરીમાં ઉચિત ડેટા પ્રાપ્ત થતો નથી. ત્યાં reflectors લગાડવા પડે છે. માટે જ ટેલિસ્કોપને ખુબ ઓછાં પ્રકાશવાળી જગ્યાએ સ્થાપિત કરવામાં આવે છે.
-
આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખી ઇઝરાયેલના શહેર તેલ અવીવ(tel aviv) ની સડકો ઉપર પ્રકાશના ઇનસ્પેક્ટર અને પોલીસ નજરે ચઢશે, જેને light force કહે છે. તેમનું કાર્ય રાત્રિના અમુક સમય બાદ શહેરની તમામ સફેદ લાઇટોને બંધ કરાવવાનું છે. જેથી ખગોળશાસ્ત્રને લગતા સંશોધકો માટે આસાની રહે. અગર કોઇક જગ્યાએ લાઇટ ચાલુ હો તો જે તે જવાબદાર વ્યક્તિને દંડ ફટકારવામાં આવે છે. યાદરહે તેલ અવીવમાં અલગ-અલગ જગ્યાએ સાત international standard ધરાવતા ટેલિસ્કોપ છે. માટે તેઓ ત્યાંની હર સડકો અને ગલીઓને સફેદમાંથી પીળી લાઇટમાં રૂપાંતર કરી રહ્યાં છે(આ રૂપાંતર અમેરિકામાં પણ ચાલી રહ્યું છે---જુઓ નીચેની ઇમેજ).
-
હવે નજર કરીએ એક સામાન્ય જીવડાં તરફ જેનું નામ છે...moth. આ જીવ પ્રકાશ બાબતે ખુબજ સંવેદનશીલ હોય છે(ખાસ કરીને ભૂરા પ્રકાશ તરફ). આ કારણે તમે હોટેલ જેવી જગ્યાઓએ જોયું જ હશે કે fly killers મશીન હંમેશા ભૂરી રોશનીવાળા હોય છે. જેની આસપાસ સેંકડો જીવડાં તમને મૃત્યુ પામેલ નજરે ચઢશે. હાં, તો એનાથી આપણને શો મતલબ ભલે મરતાં? હેરાન કરતા મટે! અહીં એક વાત યાદ રાખવા જેવી છે કે આવા જ જીવો પરાગનયન કરે છે અને જો પરાગનયન જ નહીં હોય તો કોઇ ફળ, અનાજ, ખેતી જેવું કંઇ નહીં રહે. માટે આપણાં માટે જરૂરી છે કે આવા જીવજંતુઓ મરણ ના પામે.
-
એક અધ્યયન એવું કહે છે કે, તમે હાઇવેના આંતરિક વેરાન જેવા સ્થળોએ જો પેટ્રોલ પમ્પ લગાવ્યો છે તો લગભગ 700 મીટર દૂરથી આવા જંતુઓ આવીને પ્રકાશ દ્વારા મોતને વહાલ કરશે(યાદરહે 700 મીટર ત્રિજ્યા છે. હર દિશામાં 700 મીટર ગણો તો વ્યાસ 1400 મીટર જેટલો થાય. સાદી ભાષામાં ગ્રામ્ય વિસ્તારમાં તમે લગાવેલ એક પેટ્રોલપંપ લગભગ દોઢ કિલોમીટર જેટલાં વિસ્તારના ક્ષેત્રને જીવજંતુઓના મૃત્યુ વડે ખાલી કરવાનું બહાનું બની જાય છે). આની ઉપર ઘણું રિસર્ચ થઇ રહ્યું છે જર્મનીમાં. એક પુસ્તકનો ઉલ્લેખ કરીશ(જુઓ નીચેની ઇમેજ) જેનું નામ છે...Atlas on the biology of Soil Arthropods(જે કહે છે કે, 1950માં લાઇટના એક નાના થાંભલા આસપાસ લગભગ પચાસ હજાર જેટલાં જંતુઓ ઘુમરાતા હતાં, પરંતુ ધીમેધીમે જંતુઓ મરતા ગયા અને હવે હાલની સ્થિતિ એવી છે કે લગભગ બાવીસ જેટલાં જંતુઓ હોય છે). તો કહેવાનો મતલબ, આપણાં દ્વારા ફેલાવાયેલ આ પ્રકાશ પ્રદુષણને હવે ખતમ કરીએ......
.png)
.jpg)
.jpg)
No comments:
Post a Comment