Wednesday, November 9, 2022

બેક્ટીરિયા અને વૃક્ષ

 


 

અત્યારસુધી આપણે એવું સમજતા હતાં કે ખેતપેદાશો વધારવા માટે તેના બીજ(seed) ને modify કરી, તેની ઉત્પાદન ક્ષમતા વધારી દઇશું. પરંતુ!! આજ કાર્ય આપણે ઘણી સરળતાપૂર્વક તેમજ ખુબજ અસરકારક રીતે કરી શકીએ છીએ, જેનું વિવરણ આપણે આગળ વાંચવા જઇ રહ્યાં છીએ.

-

કહાની શરૂ થાય છે એક ડોક્ટર થકી કે જેમને ત્યાં એક શુભ સમાચાર આવવાના હતાં. તેમની પત્ની ગર્ભવતી હતી, સાથેસાથે તેઓ માતા ના દૂધ ઉપર રિસર્ચ કરી રહ્યાં હતાં. રિસર્ચ દરમિયાન તેમને આશ્ચર્ય થયું કે માતા ના દૂધમાં એવા ઘણાં તત્વો છે, કે જે એક બાળક હજમ નથી કરી શકતું(અહીં યાદરહે કે એક શિશુ માટે માતાનું દૂધ અત્યંત આવશ્યક તેમજ પૌષ્ટિક છે). વધુ સંશોધન કરતા તેમને જાણ થઇ કે તત્વોને તો ફક્ત અને ફક્ત એકજ પ્રજાતિ હજમ(પ્રોસેસ) કરી શકે છે અને તે છે...બેક્ટીરિયા. શું વાત થઇ? જેને બાળક હજમ નથી કરી શકતું તેવા તત્વોને દૂધમાં સામેલ કરવાની પ્રકૃતિને જરૂરિયાત શા માટે ઉભી થઇ અને તે પણ એવા જેને કેવળ બેક્ટીરિયા હજમ કરી શકે? વેલ,એના માટે પોષ્ટ લખાઇ છે.

-

બેક્ટીરિયા એક અલગ જૈવિક સામ્રાજ્ય ધરાવે છે, છતાં તે બાળકનું રોગપ્રતિકારક તંત્ર પણ ધીમેધીમે વિકસિત કરે છે. યાદરહે બેક્ટીરિયા આપણાં માટે સારા પણ હોય છે અને ખરાબ પણ. અહીં એન્ટ્રી થાય છે જર્મનીના Robert. R. Junker ની, કે જેઓ ecologyના પ્રોફેસર છે. તેમણે વિવિધ દેશોની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું કે, ક્યાં-ક્યાં દુકાળ પડ્યો છે અને તેનું કારણ શું છે તેમજ ત્યાં કઇ પ્રકારની વનસ્પતિઓ ઉગી રહી છે? તે માટે તેમણે જે તે સ્થળોના બેક્ટીરિયા એકઠાં કર્યા.

-

તેમણે જોયું કે દુકાળગ્રસ્ત ક્ષેત્રોમાં મોટાભાગની વનસ્પતિ ઉછરી નથી શકતી પરંતુ જૂજ માત્રામાં અમુક એવી પણ વનસ્પતિઓ હતી જેઓ બિન્દાસ્ત ઉછરી રહી હતી. તેમણે એક કામ કર્યું....ઉછરતી વનસ્પતિ પાસેથી એકઠા કરેલ બેક્ટીરિયાને, ઉછરતી વનસ્પતિમાં દાખલ કરવાનું શરૂ કર્યુ. પરિણામ ખુબજ આશ્ચર્યજનક મળ્યું, ઉછરતી વનસ્પતિ ધીમેધીમે ઉછરવા માંડી. ઉપરથી શું એવું સાબિત થાય છે કે બેક્ટીરિયા વનસ્પતિને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે?

-

આજનું વિજ્ઞાન આપણને કહે છે કે વૃક્ષોના મૂળીયાઓ સાથે બેક્ટીરિયા ચોંટેલા હોય છે. તેઓનું કાર્ય વૃક્ષને પોષક તત્વો ઉપલબ્ધ કરાવવાનું હોય છે. અહીં એક વાંચવાલાયક પુસ્તકનો ઉલ્લેખ કરીશ જેનું નામ છે...The Living Soil અર્થાત જીવંત માટી(જુઓ નીચેની ઇમેજ). પુસ્તક માઇક્રોસ્કોપીક લેવલે જમીનના દર્શન કરાવે છે. જે કહે છે કે જમીનમાં મૌજૂદ સૂક્ષ્મ જીવાણુઓને જ્યારે આપણે જે તે જમીનથી દૂર કરીએ છીએ ત્યારે તે ક્ષેત્રના પાક/વનસ્પતિઓ મરવા માંડે છે.



-

હવે ચર્ચા કરીએ છોડની ભાગીદારી ઉપર કે જેને Symbiosis કહે છે. ભાગીદારી અંતર્ગત છોડ બેક્ટીરિયાને સુગર આપે છે બદલામાં બેક્ટીરિયા છોડને પોષક તત્વો ઉપલબ્ધ કરાવે છે. સામાન્યપણે જોવા જઇએ તો છોડના મૂળને નીચે જવા માટે જેટલી માટી ઉપલબ્ધ હોય છે, તે તેમનો ફક્ત લગભગ 4 થી 7% જેટલો ભાગ occupy કરી શકે છે. કેમકે છોડના મૂળના તાંતણાઓ ખુબજ પાતળા હોય છે આપણાં વાળની જેમ. જો તેમને અન્ય કોઇ સપોર્ટ મળે તો એક વક્ષના મૂળીયાઓની લાઇફ એક થી ત્રણ અઠવાડિયાની હોય છે. મતલબ એક થી ત્રણ અઠવાડિયા પછી વૃક્ષ મૃત્યુ પામે છે. તેથી પોતાનું અસ્તિત્વ ટકાવવા તેને એક external partner(બાહ્ય ભાગીદાર) ની જરૂર પડે છે.

-

બાહ્ય ભાગીદાર સ્વરૂપે અહીં બેક્ટીરિયાની એન્ટ્રી થાય છે જેને rhizobacteria કહેવામાં આવે છે. બેક્ટીરિયાનું જમીનમાં ધીમેધીમે નેટવર્ક મોટું થતું જાય છે. બેક્ટીરિયા વૃક્ષને કેવળ પોષક તત્વો ઉપલબ્ધ નથી કરાવતો બલ્કે તે વૃક્ષ માટે એક ઢાલનું કાર્ય પણ કરે છે. માટીમાં અન્ય પણ સૂક્ષ્મજીવાણુઓ હોય છે જે વૃક્ષની અંદર દાખલ થઇને વૃક્ષને નુકસાન પહોંચાડી શકે છે. બેક્ટીરિયા એક રક્ષકની ગરજ સારી વૃક્ષની હિફાજત પણ કરે છે. અહીં એક ચોખવટ કરી લઇએ કે બેક્ટીરિયાનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય છે અને વૃક્ષોના મૂળને તો દૂર-દૂર સુધી ફેલાવાનું હોય છે. માટે વૃક્ષને એક બીજા ભાગીદારની જરૂર પડે છે કે જેનું નેટવર્ક જમીનમાં વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું હોય અને તે ભાગીદારનું નામ છે...fungus(ફૂગ). જેની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ.

 


 

 

No comments:

Post a Comment