Saturday, February 19, 2022

Synthetic Biology



અમેરિકાનું રાજ્ય ફ્લોરિડા એક તકલીફનો સામનો કરી રહ્યું છે. તકલીફ છે કે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ ખુબ છે. ત્યાંના રહીશો મચ્છરોથી ત્રસ્ત છે. તેમણે આનાથી છૂટકારો મેળવવા માટે એક કંપનીનો સંપર્ક કર્યો. જેનું નામ છે...Oxitec. કંપનીએ નક્કી કર્યું કે મચ્છરોનું તે genetically modification(આનુવંશિક ફેરફાર) કરશે. જેથી મચ્છરો ભવિષ્યમાં રોગને ફેલાવી શકે. મચ્છરોની લગભગ 3500 પ્રજાતિઓ છે. જેમાંથી ફક્ત પ્રજાતિ ખતરનાક(એટલેકે વાયરસ carrier) છે. હવે Oxitec શું કર્યું તે જોઇએ.

-

કંપનીએ નર મચ્છરોના કેટલાક જીન્સમાં ફેરફાર કર્યાં. આનાથી બન્યું એવું કે જ્યારે તેઓ માદા મચ્છરો સાથે સમાગમ કરે છે અને તેના ફળસ્વરૂપ જે બચ્ચાઓ જન્મે છે, તેમાંથી ફક્ત નર મચ્છરો જીવિત રહેશે. માદા મચ્છરો મરવા માંડશે. રીતે ધીમેધીમે માદા મચ્છરો વિલુપ્ત થતાં જશે. જો માદા નહીં રહે તો ભવિષ્યમાં મચ્છરોનો પેદા થવાનો સવાલ નથી. તો રીતે ફ્લોરિડા મચ્છરોનો ખાતમો કરવા જઇ રહ્યું છે. જીનને self limiting gene કહેવામાં આવે છે કે જે માદા મચ્છરોના ઉદભવ ઉપર એક limit લગાવે છે. માટે જે ટેકનિકનો ઉપયોગ કરાઇ રહ્યો છે તેને Crisper Technique કહે છે.

-

ટેકનિક વિષે વિગતવાર પછીથી ચર્ચા કરીશું. અહીં ફક્ત ટૂંકમાં પ્રક્રિયાને સમજી લઇએ. જે જીનના ભાગને edit કરવું હોય તેના જેવોજ એટલેકે edited જીનને શરીરમાં દાખલ કરવામાં આવે છે. નવો જીન આપમેળે ત્યાં પહોંચી જશે જ્યાં તેણે પહોંચવાનું છે. નવા જીન પાસે એક ઓજાર હોય છે જેને eraser કહેવાય છે. થાય છે એવું કે નવો જીન પોતાના સ્થાને પહોંચી જે તે જૂના જીનના ભાગને કાપશે અને નવા જીનના ભાગને તેની ઉપર કોપી કરશે. જેમજેમ જીનની વૃદ્ધિ થતી રહેશે તેમતેમ ફેરફાર કરાયેલ જીન નવી પેઢીમાં ટ્રાન્સફર થતો રહેશે.

-

પરંતુ!!! અહીં કેટલાક સવાલો ઉદભવે છે. જો આપણે કોઇ જીવમાં આનુવંશિક ફેરફાર કરીએ તો તેની અનુગામી અસરો કેવી રહેશે? કેમકે હર જીવ ecosystem નો એક ભાગ છે. જ્યારે આપણે કોઇ જીવમાં ફેરફાર કરવાનું શરૂ કરીએ તો પરોક્ષ રીતે આપણે ecosystem માં ફેરફાર કરી રહ્યાં હોઇએ છીએ. મચ્છરોમાં કરેલ બદલાવ બની શકે કે આપણાં માટે તો ફાયદાકારક હો, પરંતુ ખુદ મચ્છરો માટે નુકસાનકર્તા હશે. મચ્છરો ધીમેધીમે વિલુપ્ત થતાં જશે. હવે મચ્છરો ઉપર જે પ્રજાતિઓ આશ્રિત છે તેનું શું? તેઓના અસ્તિત્વ સામે સંકટ ઉભુ થશે. રીતે આખી સાઇકલ ડિસ્ટર્બ થતી જશે.

-

તો અતિ મહત્વપૂર્ણ ચર્ચા છે જે દુનિયાભરમાં ચર્ચાઇ રહી છે કે શું આપણે genetically modified પ્રજાતિઓ તરફ જવું જોઇએ કે નહીં? તેના હકારાત્મક પાસાંઓ તો આપણે હાંસિલ કરી લઇશું પરંતુ શું તેના નકારાત્મક પાસાંઓ માટે આપણે તૈયાર છીએ?

 


No comments:

Post a Comment