શું તમને ખબર છે કે હરવર્ષ સમગ્ર દુનિયામાં લગભગ દસ લાખ લોકો ફક્ત મચ્છરના કરડવાથી મૃત્યુ પામે છે અને લગભગ આટલાજ લોકો માર્ગ અકસ્માતના કારણે મૃત્યુ પામે છે. WHO અનુસાર મચ્છરો દુનિયાના સૌથી ઘાતક/જીવલેણ જંતુઓ છે. કેમકે જે વાયરસ તેઓ ફેલાવે છે તેના કારણે એટલા બધા મૃત્યુ થાય છે કે જેને તમે અન્ય જાનવરો દ્વારા થતાં મૃત્યુની સાથે સરખાવી જ નહીં શકો. 2015 માં કેવળ મેલેરિયાના કારણે દુનિયાભરમાં લગભગ 4,38,000 લોકો મૃત્યુ પામ્યા હતાં. American Mosquito Control Association અનુસાર જગતમાં મચ્છરોની લગભગ 3500 પ્રજાતિઓ મૌજૂદ છે પરંતુ તેમાંથી ફક્ત 200 પ્રજાતિઓ જ મનુષ્યને કરડે છે. હર જાનવર/જંતુની આપણાં પર્યાવરણ/food chain માં કોઇને કોઇ ભૂમિકા રહી હોય છે. તો સ્વાભાવિક છે કે મચ્છરોની પણ કંઇક ભૂમિકા તો હશે જ ને? જી હાં, છે. મચ્છરોનો લાર્વા(શરૂઆતી સમય) અન્ય જળચર જીવો તેમજ ઘણાં પક્ષીઓ માટે પોષક તત્વો યુક્ત ખોરાક હોય છે.
-
મચ્છરના શરીરને ત્રણ ભાગમા વહેંચી શકાય છે(જુઓ નીચેની ઇમેજ). (1) Head:- જેમા તેની આંખો, sensors(ઇન્દ્રીયો) અને proboscis એટલેકે મુખનો ભાગ કે જેમા ડંખ મારવાનું હથિયાર મૌજૂદ હોય છે. યાદરહે ડંખ મારવાનું હથિયાર ફક્ત માદા મરછરોમાંજ હોય છે. (2) Thorax:- આ એ હિસ્સો હોય છે જેમાં તેના પગ અને પાંખ જોડાયેલ હોય છે. (3) Abdomen:- આ તેમનું પાચનતંત્ર હોય છે.
-
મચ્છરના જીવનના ચાર તબક્કાઓ હોય છે(જુઓ નીચેની ઇમેજ). (1) ઇંડા:- એક માદા એવી જગ્યાએ ઇંડા મુકે છે જ્યાં પાણી મૌજૂદ હો પરંતુ તે ઇંડા પાણીની ઉપર નથી મુકતી. બલ્કે પાણીની કિનારે સ્થિત દિવાલ, ખડકના આંતરિક ભાગમાં મુકે છે. આ ઇંડા ખુબજ કઠોર હોય છે અને તેઓ દિવાલ/ખડકના આંતરિક ભાગમાં ચોંટી જાય છે. સુકાઇ ગયા બાદ આ ઇંડાઓ લગભગ આઠ મહિનાઓ સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સક્ષમ હોય છે. જ્યારે વરસાદ પડે અથવા તો કોઇક કારણોસર આ ઇંડાનો સંપર્ક પાણી સાથે થઇ જાય ત્યારે આ ઇંડા લાર્વામાં રૂપાંતરિત થઇ જાય છે. આ લાર્વા પાણીમાં મૌજૂદ સૂક્ષ્મજીવોને આરોગીને અંતે pupa માં રૂપાંતર પામે છે. આ pupa(સમજો કે એક પ્રકારનું કોંચલું) ત્યાંસુધી વૃદ્ધિ પામતું રહે છે જ્યાંસુધી તેમાંથી એક વયસ્ક મચ્છર બહાર નહીં નીકળે.
-
એક વયસ્ક મચ્છર જો તે નર હો તો...પાણી તેમજ વૃક્ષોમાંથી સ્ત્રાવિત થતાં પ્રવાહી ઉપર આશ્રિત હોય છે. જ્યારે માદા આપણાં લોહી ઉપર જ આશ્રિત હોય છે. આવું કેમ? ફક્ત માદા જ આપણું લોહી શું કામ પીવે છે? જવાબ છે....માદાને પ્રજનન કરવું હોય છે, એટલેકે તેમને ઇંડા આપવા માટે પ્રોટીન તેમજ ઘણાં પોષક તત્વોની જરૂર પડે છે અને આ પ્રોટીન માદાને આપણાં લોહી દ્વારા આસાનીથી મળી રહે છે. આપણે ઉચ્છવાસ દ્વારા જે કાર્બનડાયોક્સાઇડ મુક્ત કરીએ છીએ અથવા આપણું શરીર જે ઉર્જા મુક્ત કરે છે, ત્યાંસુધી કે આપણાં શરીરની મહેક પણ માદા મચ્છરને આવકારે છે.
-
તમે જોયું જ હશે કે મચ્છરના કરડવાના સ્થાને થોડો સોજો આવી જાય છે. ઘણાં લોકો એવું વિચારે છે કે શાયદ!! કરડતી વખતે મચ્છર આપણાં શરીરમાં એવા રસાયણો મુક્ત કરતા હશે જેના કારણે આપણને ખંજવાળ આવે અને ખંજવાળને કારણે તે ભાગમાં સોજો આવી જાય છે. પરંતુ!! હકિકત તો એ છે કે મચ્છર આપણી ઘણીજ કાળજી લે છે. જ્યારે તે લોહી ચૂસવા માટે પોતાના proboscis ને શરીરમાં દાખલ કરે છે ત્યારે તે પોતાની લાળ આપણાં શરીરમાં છોડી દે છે. તેમની લાળમાં anticoagulant અને anti inflammation(બળતરા વિરોધી) જેવા તત્વો મૌજૂદ હોય છે, કે જે લોહીને થીજવા નથી દેતાં. જો લોહી એકવાર થીજી ગયું તો તેમના ડંખ મારવાના હથિયાર પણ તેમાં ખૂંપી જશે અને તેને તેઓ પરત ખેંચી નહીં શકે. સાથેસાથે તેની લાળમાં એવા ગુણધર્મો પણ હોય છે કે, જ્યારે તેઓ તેમના proboscis શરીરમાં દાખલ કરે ત્યારે આપણને કોઇપણ પ્રકારની વ્યથા મહેસુસ ન હો. પણ...પણ...એક બાહરી તત્વને ઓળખી લીધા બાદ આપણું રોગપ્રતિકારક તંત્ર Histamine અને Cytokine મુક્ત કરે છે. પરિણામે આપણને ખંજવાળ આવે છે અને ખંજવાળના કારણે તે ભાગમાં સોજો આવી જાય છે.
👍🏾
ReplyDelete