Saturday, February 12, 2022

Innovative Designs(Frank Gehry)

 

 


દુનિયાનો સૌથી પહેલો તેમજ સૌથી મોટો આર્કિટેક્ટ/ઇજનેર "Imhotep" કે જેણે સર્વપ્રથમ પિરામિડની રચના કરી પરંતુ આજે તેમની તુલનાએ એક અન્ય આર્કિટેક્ટને જોવામાં આવી રહ્યાં છે. તેમના વિશે કહેવાય છે કે તેઓ આજના જમાનાના Imhotep છે. આટલી મોટી તુલના? આખરે શિલ્પીમાં એવું શું છે જે તેમને અસાધારણ બનાવે છે?

-

સૌપ્રથમ તો તેમની ડિઝાઇન જુઓ(જુઓ નીચેની ઇમેજો). તમને એમ થશે કે ડિઝાઇન કોઇક કાગળ ઉપર કરાઇ છે પરંતુ 'ના' હકિકત છે. તેમની ડિઝાઇનને જોઇને તમે અંદાજો લગાવી લ્યો કે તેમણે કેટલું innovative કાર્ય કર્યું છે. ફ્રેંકનું કહેવું છે કે ક્યારેય પોતાના ગ્રાહકને ખુશ કરવા માટે કામ કરો બલ્કે તમે પોતાને ખુશ કરવા માટે કામ કરો. તેમણે વિચાર્યું કે લાગણી અને ડિઝાઇનનો સમન્વય કઇરીતે કરવો? કેમકે જ્યારે બે અલગ વસ્તુને તમે ભેગી કરો તો તમારી પાસે નવીનતા(innovation) આવે છે. તેમણે તેમના વિચારને કાર્યમાં રૂપાંતર કરી નાંખ્યો. તેમણે geometry, perspective, art, architecture અને imotion ને એકઠા કર્યાં. તેમની રફ ડિઝાઇનની ઇમેજ જુઓ. જોઇને એવું લાગશે કે કોઇક નાના બાળકે ચીતરડાં-ભમરડાં કર્યાં હોય પરંતુ આજ ડિઝાઇનને તેમણે બાંધકામ સ્વરૂપે ઓળખ આપી. હવે જરા વિચારો...આપણે નાના બાળકોના ચીતરડાં-ભમરડાં(નાનાં-નાનાં idea) ને કેટલાં અવગણીએ છીએ. એમના ચીતરડાં-ભમરડાં તેમની સર્જનાત્મકતા છે.











-

ફ્રેંકને એકસમયે અખબારોએ વિશ્વનો સૌથી નક્કામો/ભંગાર આર્કિટેક્ટનો ખિતાબ એનાયત કર્યો હતો. અખબારોનું કહેવું હતું કે વ્યક્તિને ડિઝાઇનીંગની રતિભાર પણ જાણકારી નથી. પરંતુ!! ફ્રેંકે વિચલિત થયા વિના પોતાના કાર્યને આગળ વધાર્યું. તેમનું કહેવું છે કે જો તમારે એક સંશોધક બનવું હોય તો તમારે બહાદુરી દાખવવી પડશે. તેમણે એવા પણ structure બનાવ્યા જેમની ખાસિયત એવી છે કે જેમજેમ સૂર્ય પોતાની દિશા બદલે છે તેમતેમ તેમની રંગતમાં બદલાવ જોવા મળે છે. તેમની ડિઝાઇનને આજે દૂર-દૂરથી લોકો જોવા આવે છે. તેમની ડિઝાઇન એટલી અનોખી છે કે કોઇપણ વ્યક્તિ જોઇને કહી દે છે કે ફ્રેંકનું કાર્ય છે.

-

તેઓ એકવખત વિદ્યાર્થીઓના વર્ગખંડમાં ગયા અને તેમને પૂછ્યું કે કઇરીતે હું આવી નવીનતમ બિલ્ડીંગ બનાવી લઉં છું? ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું કે તમે ખુબજ creative છો. ત્યારબાદ ફ્રેંકે સઘળા વિદ્યાર્થીઓને કહ્યું કે એક કાગળ ઉપર તમે સર્વો પોતાના હસ્તાક્ષર કરો. તે કાગળોને ભેગા કરી તેમણે કહ્યું કે....શું બે વ્યક્તિઓના હસ્તાક્ષર એક જેવા છે? સ્વાભાવિક છે કે હતાં. પછી ફ્રેંકે કહ્યું કે તમે જીવનમાં કોઇપણ કાર્ય કરો, તેમાં તમારા હસ્તાક્ષર નજરે પડવા જોઇએ. તમારો રંગ દેખાવો જોઇએ. જો તમે કોઇ અન્યનું કાર્ય કોપી કર્યું છે, તો એનો મતલબ છે કે....તમારો પોતાનો હસ્તાક્ષર ક્યાંક ખોવાઇ ગયો છે.

-

આજની તારીખે તેમણે આર્કિટેક્ટની દુનિયાને નવી રાહ દેખાડી છે તેમજ આવનારી પેઢીને જાગૃત કરી છે કે તમે તમારો હસ્તાક્ષર હંમેશા પોતાની સાથે લેતાં ચાલો.

 


No comments:

Post a Comment