એકવીસ વર્ષ પહેલાં વર્ષ 2000 માં અમેરિકામાં ટીવી કાર્ટૂન Simpsons માં દર્શાવવામાં આવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ બની ગયા છે અને સોળ વર્ષ પછી ટ્રમ્પ હકિકતમાં અમેરિકાના પ્રેસિડન્ટ બની ગયાં. એજ પ્રમાણે 2008 ના એક શો માં બતાવવામાં આવ્યું કે વોટિંગ મશીનના ખરાબ થવાથી બરાક ઓબામાના વોટ કોઇક અન્ય ઉમેદવારને મળી રહ્યાં છે અને 2012 માં બિલકુલ આવા જ વોટિંગ મશીનનો ઇસ્યુ સામે આવ્યો.
-
સિમ્પસન્સ 31 વર્ષથી ટીવી ઉપર દેખાડવામાં આવી રહ્યું છે. ભારતના લોકોએ ભલે સિમ્પસન્સના એપિસોડ ન જોયા હોય પરંતુ અમેરિકામાં તે ખાસ્સા લોકપ્રિય છે. જેનું કારણ તેની આગાહીઓ છે. આ શો એ એવી ઘણી ઘટનાઓ પોતાના એપિસોડમાં સમય કરતાં પહેલાંજ દેખાડી દીધી છે. જેમકે....9/11 ની ઘટના, લેડી ગાગાનું સુપર બાઉલ પર્ફોર્મન્સ, ડિઝનીનું 20th Century Fox ને ખરીદી લેવું, ઇબોલા વાયરસનું સંક્રમણ વગેરે વગેરે. લિસ્ટ ખુબજ લાંબુ છે. સવાલ એ ઉદભવે છે કે કેવીરીતે simpson's ની ટીમ આવનારા સમયની ઘટનાઓને જાણી લે છે? કોણ છે આ લોકો? ચાલો જાણીએ...
-
તેમની ટીમના લેખકો ખુબજ કાબેલ તેમજ ઘણી સંખ્યામાં છે. તેઓ અલગ-અલગ ક્ષેત્રો સાથે સંકળાયેલ હોવાથી પોતાના ક્ષેત્રની ઉત્તમ જાણકારી એક જ જગ્યાએ ઠાલવે છે. તેઓની ટીમમાં animators, કલાકારો, ટીવી હોસ્ટ, activist, નવલકથાકારો, book writers, ગણિતશાસ્ત્રીઓ, ઇવન ભૌતિકશાસ્ત્રીઓ પણ છે. આટલાં બુદ્ધિશાળીઓનું એક જગ્યાએ હોવાના કારણે જે ફાઇનલ પ્રોડક્ટ આપણે જોઇએ છીએ તેમાં દુનિયાથી જોડાયેલ લગભગ હર ક્ષેત્રના લક્ષણોની ઝલક અવશ્ય જોવા મળે છે. શો ના ઘણાં જૂના લેખક Al Jean ના અનુસાર જ્યારે એક જગ્યાએ આટલાં બધા કમાલના લેખકો બેસે છે ત્યારે સ્વાભાવિકપણે ઘણી આગાહીઓ ઉદભવે છે.
-
જો કે આમાં કોઇ જાદુ જેવું હોતું નથી, સંયોગ તેમજ ઘણી અવાસ્તવિક વાતો પણ જોડાય જાય છે. જેમકે....જુઓ મુખ્ય ઇમેજ, જેમાં 9/11 ની ઘટનાનો ઉલ્લેખ જોવા મળે છે. આ બાબતે જ્યારે Al Jean ને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, શો દરમિયાન એક લેખક ગાઇડ બુક લઇને આવ્યો. અમારે ન્યૂયોર્કની ગાઇડ બુક ઉપર કામ કરવાનું હતું અને તે ગાઇડ બુક ઉપર 9 $(નવ ડોલર) લખ્યું હતું. તો આ એક સંયોગ હતો કે અમેરિકાના આઇકોનિક ટ્વિન ટાવરની ઇમેજ ગાઇડ બુકનો મુખ્ય હિસ્સો હતો અને 9 $ ને 9/11 ગણી લેવાયું. બિલકુલ એજ રીતે તેમનું કહેવું હતું કે ઘણાં ઓછાં લોકો જાણે છે કે વર્ષ 2000 માં ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ પ્રેસિડન્ટ માટે ઉમેદવારી નોંધાવવા માંગે છે. બસ અમે આજ રેફરન્સ લઇને ભવિષ્યવાણી કરી દીધી. એજ રીતે ઘણાં લોકોનું માનવું છે કે લેડી ગાગાએ જાણી જોઇને simpson વાળી આગાહીને જ દોહરાવી.
-
Al Jean એ પોતાના વક્તવ્યમાં કહ્યું કે અમારી પાસે ખરેખર બહેતરીન અને દુનિયાના હર શો થી જોડાયેલ વ્યક્તિ છે, કે જેઓ આવનારા સમયમાં શું-શું થઇ શકે છે તેની આગાહી કરવાની કોશિશ કરી શકે છે. ટૂંકમાં તેઓ એટલી આગાહીઓ કરે છે કે સમય સાથે કોઇને કોઇ આગાહી સાચી સાબિત થઇ જ જાય છે અને લોકો પણ એવી આગાહીઓને પકડી લે છે જે સાચી પડી હોય, નહીં કે એવી હજારો આગાહીઓને જે ખોટી પડી હો. 31 વર્ષોમાં હજારો આગાહીઓમાંથી કેટલીક આગાહીઓનું સાચું પડવું સ્વાભાવિક છે. ફાઇનલી, વૈજ્ઞાનિક ઢબે એવી કોઇ રીત નથી જે ભવિષ્યની આગાહી કરી શકે.
(ઇમેજ સોર્સ ઇન્ટરનેટ)


No comments:
Post a Comment