આલ્બર્ટ આઇનસ્ટાઇનનું નામ સમગ્ર દુનિયામાં પ્રસિધ્ધ છે. વિજ્ઞાનના વિદ્યાર્થીઓથી લઇને, દર્શન, કલા, રાજનીતિ અને અર્થશાસ્ત્ર સુધીના વિદ્યાર્થીઓ આઇનસ્ટાઇનનું નામ તથા તેમની શોધ વિષે જાણે છે. એક ઉદાહરણ છે જે આઇનસ્ટાઇનની પ્રસિધ્ધીને દર્શાવે છે....ડો. હેરી એમર્સન ફોસ્ડિક 1925 માં રિવરસાઇડ ચર્ચના મંત્રી પદે નિયુક્ત થયાં. તેમણે 1929 માં ચર્ચ માટે એક નવી અને મોટી ઇમારત બનાવવાની યોજના બનાવી. આ પ્રોટેસ્ટેન્ટ ચર્ચ હડસન નદીના કિનારે ન્યૂયોર્ક શહેરમાં બનનાર હતું. જેના પશ્ચિમી દ્વારમાં પ્રસ્તાવ અનુરૂપ તે સમય સુધીના વિશ્વપ્રસિધ્ધ 600 મહાન વિભૂતિઓની મૂર્તિ લગાવવાની હતી.
-
લાંબી ચર્ચા બાદ આઇનસ્ટાઇન ન કેવળ વૈજ્ઞાનિકો બલ્કે તે તમામ 600 મહાન વિભૂતિઓ(મહાત્માઓ, દાર્શનિકો, રાજાઓ, વૈજ્ઞાનિકો વગેરે) માંથી એકમાત્ર એવા વ્યક્તિ હતાં જે તે સમયે જીવિત હતાં. એનાથી પણ મજેદાર વાત એ હતી કે આઇનસ્ટાઇન એકમાત્ર એવા વૈજ્ઞાનિક હતાં જેમનું નામ સર્વે વિશ્વવિદ્યાલયો અને વૈજ્ઞાનિકોની સૂચીમાં સામેલ હતું. જ્યારે આર્કિમિડીઝ, યુકિલિડ, ગેલેલિયો અને ન્યૂટનનું નામ અધિકતર સૂચીઓ માંજ સામેલ હતું. ઇમારત તૈયાર થઇ ગયા બાદ 1930 માં ન્યૂયોર્કની મુલાકાત દરમિયાન આઇનસ્ટાઇન અને તેમના પત્ની રિવરસાઇડ ચર્ચે ગયાં. જ્યાં તેમણે પોતાની મૂર્તિ સિવાય હિપ્પોક્રેટ્સ, યુકિલિડ, પાઇથાગોરસ, આર્કિમિડીઝ, ગેલેલિયો, કેપલર, ન્યૂટન, ફેરાડે, ડાર્વિન અને પાશ્ચર જેવા મહાન વૈજ્ઞાનિકોની મૂર્તિઓ જોઇને મલકાતા કહ્યું કે, "આ મૂર્તિઓનો કેવળ એક જ જીવિત પ્રતિનિધિ છે અને તે સ્વયં હું જ છું."

No comments:
Post a Comment