Friday, September 17, 2021

એલન ટ્યુરિંગ

 


સિક્રેટ મિશન અંતર્ગત, ઇંગ્લેન્ડના એલન ટ્યુરિંગ એક મશીન બનાવે છે કે જેના વડે નાઝીઓના યુધ્ધ સંદેશાઓને decrypt કરી શકાય. એક અનુમાન અનુસાર તેમના મશીનના કારણે લગભગ 1.4 કરોડ લોકોના જીવ બચાવી શકાયા તેમજ યુદ્ધ લગભગ દોઢ વર્ષ વહેલું સમાપ્ત થયું. યુદ્ધ બાદ 1954 માં ટ્યુરિંગને સમલૈંગિક(homosexual) હોવાના કારણે અપરાધી ઘોષિત કરવામાં આવ્યા. તેમને બે વિકલ્પ આપવામાં આવ્યા....યા તો જેલ જાઓ અથવા હાર્મોન ઠીક કરવા સરકારી ઇલાજ કરાવો(કે જે કોઇ ઇલાજ નહોતો). એમણે બીજો વિકલ્પ પસંદ કર્યો જેના લીધે થોડા મહિનાઓમાં તેમનું શરીર જર્જરીત થઇ ગયું. અંતે અપમાન, તિરસ્કારથી દુ:ખી થઇ 1955 માં 41 વર્ષની વયે તેમણે આત્મહત્યા કરી લીધી. 1885 થી લઇને 1963 સુધી ઇંગ્લેન્ડમાં 50 હજાર લોકોને સમલૈંગિક હોવાના કારણે અપરાધી ઘોષિત કરાયા હતાં.

સાર:- નિયમો, કાયદાઓ જ્યારે પોતાના માંજ એક અપરાધ હો, તો તેની વિરૂધ્ધ ઉભા રહેવું માનવતા છે.

 


No comments:

Post a Comment