આપણે આ કહેવતના અર્થ વિષે ચર્ચા નથી કરવી પરંતુ કહેવત એટલો તો સ્પષ્ટ નિર્દેશ કરે જ છે કે દાળ કરતા મરઘી મોંઘી જ હોય છે. હવે જોકે સ્થિતિ ઉલ્ટી થઇ ગઇ છે. હાલ મરઘી દાળ કરતા સસ્તી છે. તો શું તમે ક્યારેય વિચાર્યુ છે કે મરઘીનું માંસ આટલું સસ્તુ કેમ છે? આપણે જાણીએ છીએ કે મોંઘવારી છે અને ખાદ્ય સામગ્રી મોંઘી થઇ રહી છે. છતાં, મરઘીનું માંસ comparatively સસ્તુ કહી શકાય. સામે ગાયનું માંસ, બકરાનું માંસ મોંઘુ છે. ઇવન કે હર એ પક્ષી જે ખાય શકાય છે, તેઓનું માંસ પણ ઘણું મોંઘુ છે. તો આખરે મરઘીનું માંસ સસ્તુ કેમ છે? આનો સરળ અને ટૂંકો જવાબ છે.....વિજ્ઞાન. કેવીરીતે? વાંચો આગળ..
-
દુનિયાની વસ્તિ 7.5 અબજ થી વધુ છે, જ્યારે મરઘીઓની સંખ્યા 23 અબજ થી વધુ છે. રિસર્ચ મુજબ સૌથી વધુ સંખ્યા ધરાવતુ પક્ષી મરઘી જ છે. પહેલાં મરઘી શ્રીમંતોનો ખોરાક ગણાતો. આ બહુ જુની વાત નથી, શંકા હોય તો વડીલોને પુછી જુઓ. કેમકે ગાય, બકરા અને ઘેંટા કરતા તેનું માંસ મોંઘુ હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રોટીન યુક્ત ખોરાકની કિંમતમાં અવિશ્વસનીય રૂપે ઘટાડો થયો છે અને તે માટે આભાર માનવો જોઇએ modern chicken farming અને વિજ્ઞાનનો. અમેરિકામાં 1948 માં Chicken Of Tomorrow નામે એક પ્રતિયોગિતા યોજાઇ, પછીથી આ પક્ષી હંમેશા માટે બદલાઇ ગયું. કેમકે આ પ્રોગ્રામ અંતર્ગત એક એવા પક્ષીની જરૂરિયાત હતી જે super breed હો. મતલબ જેનો વૃદ્ધિદર ખુબજ....ખુબજ વધુ હો. અર્થાત તે પક્ષી પોતાના ખોરાકને જલ્દી થી જલ્દી પ્રોટીનમાં બદલી નાંખે. કેમકે કિંમતને ઓછી કરવાનો રસ્તો આજ છે.
-
આજની બોઇલર મરઘી જેને ફક્ત અને ફક્ત માંસ હાંસિલ કરવા માટેજ ઉછેરવામાં આવે છે, તે ફક્ત મનુષ્યો દ્વારા નિર્મિત ટેકનોલોજી ઉપર જ જીવિત રહી શકે છે. modern poultry farm એક closed system હોય છે. એટલેકે તેના અંદરનો પ્રકાશ, તાપમાન વગેરે...ત્યાંસુધી કે આ મરઘીઓના જીવનનો હરએક step આપણી ટેકનોલોજી કંટ્રોલ કરે છે. પાછલા પચાસ વર્ષોમાં મરઘીમાં એવું પરિવર્તન આવ્યું છે કે તેમનું વજન ચાર ઘણું વધી જવા પામ્યું છે. અગર 1970 ની જ વાત કરીએ તો એક કિલો મરઘીને ઘણી વજનદાર માનવામાં આવતી હતી. આજે 4 કિલોની બોઇલર મરઘી સરેરાશ ગણાય છે. એક ફાર્મમાં અમુક સંખ્યામાં મરઘીના પીલાઓને અમુક સમય પુરતા ઉછેરવામાં આવે છે. લગભગ 34 થી 39 દિવસની અંદર મરઘીઓની આખી ખેપ તૈયાર થઇને વિવિધ જગ્યાએ મોકલવામાં આવે છે. ત્યારબાદ પછીના 7 થી 10 દિવસ સુધી આ જગ્યાની સફાઇ થાય છે અને પછીના ખેપની તૈયારી કરાય છે. આ રીતે જેમજેમ કિંમતમાં ઘટાડો થાય તેમતેમ ઓર લોકો તેને afford કરી શકે છે. પરિણામે મરઘીની ડિમાન્ડ ઔર વધી જવા પામે છે. આ રીતે આખી cycle ચાલતી રહે છે.
-
કમાલની વાત છે કે એક સામાન્ય મરઘી જે લગભગ 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે તેને modern science એ ફક્ત 40 દિવસ સુધીના જીવન પુરતી મર્યાદિત કરી નાંખી છે. અગર આજ મરઘીઓને વધુ સમય સુધી જીવિત રાખવામાં આવે તો વધતુ વજન તેમનું શરીર વેઠી નથી શકતું અને તેમનું જીવિત રહેવું મુશ્કેલ થઇ જાય છે. કેમકે વધતુ વજન તેમના શરીરના અન્ય ભાગો ઉપર પ્રેશર નાંખે છે.
-
એક ફાર્મની મરઘી એકજ જીનની હોય છે તેમજ એકજ ખોરાક ખાય છે, માટે તે બિમારી વિરૂધ્ધ કોઇ જાતની immunity નથી રાખતી. જો એક બચ્ચુ કોઇ બિમારીથી infected થઇ જાય તો સઘળી ખેપ ઉપર તેની અસર પડે છે. એટલા માટે આખી સિસ્ટમને closed રાખવી પડે છે. અન્ય બે વિભાગ free range chicken અને organic chicken પણ હોય છે, જે મોંઘા હોય છે. માટે આ આ બંન્ને મરઘીઓમાં ઘટાડો થઇ રહ્યો છે. કેમકે સામાન્યરીતે ઉછેર તેનો જ થઇ શકે જેનું માર્કેટ હો, માર્કેટ તેનુ જ હોય છે જે સસ્તુ હો અને સસ્તુ તે જ છે જે જલ્દી તૈયાર થઇ જાય. આજ કારણે આજની તારીખે પણ આ સઘળી પ્રક્રિયાને ઓર બહેતર કરવાના પ્રયાસો ચાલુ છે.

No comments:
Post a Comment