Friday, November 20, 2020

Gorilla Glass

 

 


મોબાઇલ ફોનમાં વપરાતા ગોરિલા ગ્લાસની ખાસિયત શું છે? તે કઇરીતે કાર્ય કરે છે? નોર્મલ ગ્લાસ અને ગોરિલા ગ્લાસમાં શું ફરક છે? ચાલો નજર કરીએ.....

-

ગોરિલા ગ્લાસ અમેરિકન સ્થિત એક કંપની Corning બનાવે છે. યાદરહે પ્રકારના ગ્લાસ બનાવતી ફક્ત એકજ કંપની નથી. Dragontrail, Sapphire જેવી ઘણી કંપનીઓ બનાવે છે પરંતુ મહત્તમ શેર હોલ્ડિંગ કંપની Corning છે. જ્યારે પ્રથમ ગોરિલા ગ્લાસ બનાવવામાં આવ્યો હતો તો તેને નોર્મલ ગ્લાસ કે જે થોડો પણ bend થવાથી તૂટી જતો હતો, તેનાથી થોડો મજબૂત બનાવવામાં આવ્યો. ત્યારબાદ જે બીજો ગોરિલા ગ્લાસ આવ્યો તેમાં scratch ને resist(પ્રતિકાર) કરવાના ગુણધર્મને વધારવામાં આવ્યો. મતલબ મજબૂતી સાથે તેને scratch resistant બનાવવામાં આવ્યો. પછી આવ્યો ગોરિલા-3 કે જે ગોરિલા-2 કરતાં પણ વધુ scratch resistant હતો. પરંતુ પ્રેક્ટિકલી લોકો scratch કરતા ગ્લાસ તૂટવાવાથી વધુ પરેશાન હતાં. માટે Corning કંપનીએ વિચાર્યુ કે થોડાઘણાં scratch આવે તો ચાલે પણ ફોનને એવો બનાવવો જોઇએ કે અમુક ઉંચાઇએથી પડવા છતાં તેની સ્ક્રિનના તૂટવાના ચાન્સ ઘણાં ઓછા થઇ જાય. માટે ગોરિલા 4,5 અને 6 માં તેમણે ગ્લાસની scratch resistant properties ને થોડી ઓછી કરી નાંખી અને મજબૂતાઇને ઘણી વધારી દીધી. કેવીરીતે? ગ્લાસને પાતળો કરી નાંખ્યો. જેથી તેની લવચીકતા(flexibility) વધી ગઇ. સાથેસાથે તેની optical clarity પણ વધી જવા પામી.

-

હવે જોઇએ કે ગ્લાસ કાર્ય કઇરીતે કરે છે? scratch ગમે તે વસ્તુ ઉપર પડી શકે છે. ભલે તે ગ્લાસ હો, લાકડુ હો, લોંખડ હો કે આપણી ત્વચા હો. Mohs નામના વૈજ્ઞાનિકે વિવિધ ખનિજના hardness નો એક સ્કેલ બનાવ્યો(જુઓ નીચેની ઇમેજ). તો સ્કેલ મુજબ ઓછી hardness વાળી વસ્તુ ઉપર વધુ hardness વાળી વસ્તુથી scratch(કાપાઓ) પડી શકે. ઉદાહરણ તરીકે....આપણાં મોબાઇલને કપડા સાથે ઘસવાથી પણ scratch આવી શકે છે, ગ્લાસની hardness વધુ હોવા છતાં. એવું કેમ? કેમકે આપણાં વાતાવરણમાં રહેલા રજકણોની અંદર મૌજૂદ હોય છે Quartz(સ્ફટિક). જેની hardness હોય છે 7 અને ગ્લાસની hardness છે 6 થી 6.5. આશા છે વાત સમજાઇ ગઇ હશે.



-

કયા પદાર્થના ક્રિસ્ટલ વડે ગ્લાસને બનાવ્યો છે, તેનાથી તેની મજબૂતાઇ નક્કી થાય છે. સઘળો વિષય chemistry ને લગતો છે માટે આપણે તેની ભીતરમાં જઇને ફક્ત એટલું જાણી લઇએ કે ગ્લાસ તૂટે છે શું કામ? તેનું મુખ્ય કારણ છે અશુધ્ધિઓ(impurities). અશુધ્ધિઓ ગ્લાસમાં મૌજૂદ હોય છે પરંતુ આપણને દેખાતી નથી. અશુધ્ધિઓમાંથી ગ્લાસમાં crack(તિરાડ) પડી જાય છે. સંપૂર્ણપણે તો આવી અશુધ્ધિઓ દૂર નથી કરી શકાતી છતાં કંપનીઓ સતત પ્રયત્નશીલ હોય છે કે આવી અશુધ્ધિઓને શક્ય તેટલી ઓછી કરવામાં આવે. નોર્મલ ગ્લાસ અડધા ફૂટ ઉંચાઇથી પડવાથી પણ તૂટી શકે છે. જ્યારે ગોરિલા ગ્લાસ-5 અને 6 માટે કહેવાય છે કે તેને 1.6 મીટર ઉંચાઇએથી પણ જો છોડવામાં આવે, તો પણ ફોનના બચવાના ચાન્સ લગભગ 80% જેટલા છે. જોકે અશુધ્ધિઓ સિવાય પણ ઘણાં પરિબળો છે જે નક્કી કરે છે કે ગ્લાસ કેટલો મજબૂત હશે. હાલમાં લેટેસ્ટ ગોરિલા Victus ગ્લાસ બનાવવામાં આવ્યો છે. જેની drop capacity 2 મીટર સુધીની છે.

 


No comments:

Post a Comment