Sunday, November 1, 2020

મોટેભાગે છોકરીઓ Funny(મજાકી/રમુજી) કેમ નથી હોતી??

 મોટેભાગે છોકરીઓ Funny(મજાકી/રમુજી) કેમ નથી હોતી?? (મિત્ર અમિતા સાથેના સંવાદનો પોષ્ટરૂપે તરજુમો....)

પ્રશ્ન જેટલો સીધો લાગે છે એટલો સીધો નથી. સ્ટેન્ડઅપ કોમેડીના દૌરમાં કેટલાઓ વર્ષો સુધી છોકરીઓ શો થી ગાયબ જ રહી. પછીથી ભારતી સિંહ અને એક-બે છોકરીઓ દેખાઇ ખરી છતાં પ્રશ્ન ત્યાં નો ત્યાંજ રહ્યો. આખરે બેનઝીર ભુટ્ટોનું પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવાથી કંઇ એવું થોડુ સિદ્ધ થઇ જાય છે કે પાકિસ્તાનનો સમાજ સ્ત્રીઓ માટે આઝાદ વિચારો ધરાવે છે. ઘણું વિચાર્યા બાદ એવો નિષ્કર્ષ નીકળે છે કે....દરઅસલ છોકરીઓ જે માહોલમાં ઉછરે છે, તેમાં તેઓને ભૂલોનો અવકાશ નથી હોતો. આ કારણે તેઓ હંમેશા પોતાની સામાજીક છબીને લઇને ખુબ સતર્ક રહેતી હોય છે અને આ બાબત તેમનાથી તેમનો આત્મવિશ્વાસ છીનવી લે છે. જેથી તેમના મજાક કરવાના વિષય અને વિસ્તાર પણ સિમિત થઇ જાય છે. પરિણામસ્વરૂપ તેઓ સાહસ નથી કરી શકતી.

No comments:

Post a Comment