Wednesday, November 4, 2020

બૂટ પોલિશ

 


બૂટ-ચંપલને પોલિશ કર્યા પછી તેઓ ચમકદાર શા માટે થઇ જાય છે? આની પાછળનું વિજ્ઞાન શું છે?

-

વેલ, પોલિશ કર્યા વગરના બૂટ-ચંપલની સપાટી ઉપર ઘણાં કાપાઓ(scratches) અને સૂક્ષ્મ ખાડાઓ(micro dent) હોય છે. જે આપણને દેખાતા નથી. કાપાઓ અને ખાડાઓ તેમની ઉપર પડતા પ્રકાશને scatter(વેરવિખેર) કરી નાંખે છે, બધી દિશાઓમાં ફેલાવી નાંખે છે(જુઓ નીચેની ઇમેજ). પરિણામે તેઓને અથડાઇને પરાવર્તિત થતાં પ્રકાશના કિરણો uniformly(એકસરખા) આપણી આંખો સુધી નથી આવી શકતાં. જેથી આપણને તે બૂટ-ચંપલ એટલા ચમકદાર નથી દેખાતા.



-

પરંતુ જ્યારે તેને પોલિશ કરવામાં આવે ત્યારે જેટલાં પણ કાપાઓ/ખાડાઓ હોય તેની ઉપર મીણ(wax) નું પડ ચઢી જાય છે. જેથી બૂટ-ચંપલની સપાટી સમતળ થઇ જાય છે. બીજું, પોલિશની અંદર જે મીણ વપરાયુ હોય તેની પરાવર્તિતા(reflectivity) પણ ઘણી વધુ હોય છે. જ્યારે બંન્ને વસ્તુઓ આપસમાં મળી જાય છે ત્યારે આપણને બૂટ-ચંપલ ચમકદાર દેખાય છે. યાદરહે અહીં બંન્ને વસ્તુઓનું મળવું ખુબ જરૂરી છે. જેમકે અગર સપાટી સમતળ થઇ ગઇ પરંતુ પરાવર્તિતા જો ઓછી હોય અને જો પરાવર્તિતા ખુબ સારી હોય પરંતુ સપાટી ઉબડ-ખાબડ હોય તો પણ જોઇએ એવી ચમક આવતી નથી.

 


No comments:

Post a Comment