જગત(એમાય ખાસ કરીને ભારત) હાલમાં એક ખતરનાક મહામારી તરફ આગળ વધી રહ્યું છે જેને antibiotic resistance કહેવામાં આવે છે(જુઓ નીચેની લિંક). બેક્ટીરિયા એ ઝડપે પોતાને બદલી રહ્યાં છે કે, હાલમાં મૌજૂદ દવાઓ હવે બેઅસર થવા માંડી છે. સમગ્ર મુદ્દાને ઝીણવટપૂર્ણ સમજવા માટે નીચે મૌજૂદ બે પોષ્ટની લિંક વાંચી જાઓ.
https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC3783766/
https://www.facebook.com/permalink.php?story_fbid=pfbid0qxcSV7EZAE3QyDYWNZRCrYgXmQQ163KjUpsE4AfXyHyDEuYTDbF3aqUPe5q7arLWl&id=100003373615705&__cft__[0]=AZb8mGC77aGJ1k54hP4paXIN1_lNJh4eR9Cym7HsoUf-lfd55eweynPnM6igu2zg_iJstThczbNOyVMdZ5DOptzbJe7NdYQ64wIjBvMXe_6swiRhv-5DrgFz2kgfwh-H7jZFRe7mCLfWPu2C5Ov8gARzm7PmJ9kghJBfzIGy9AIqwQ&__tn__=%2CO%2CP-R
-
https://www.facebook.com/permalink.php?story_fbid=pfbid0xH7yBG8CmZeremMBMgaJ31Pw3CpHRFhQcAuv5rWyabv5iuU5tGFwxc1M4MAWR1yal&id=100003373615705&__cft__[0]=AZYwNNncJOrLL6_gdi2S9ghoURZoIz80EFT-I13jIFLOdTRajU67vG09yvl8_aDs62VyoOsbIw4o9ANirfex0wCYZdxbY-OKKNW6bBWZTudlAZgyOJWHCO9I9w0sqDQtH02zPLZMI5XW8f1jl-ukkHHkKQtgLpyiDU6edIaDiyQGEw&__tn__=%2CO%2CP-R
-
રિપોર્ટ અનુસાર હરવર્ષ લગભગ દસ લાખથી વધુ લોકોના મૃત્યુ એવા સંક્રમણ(infection) ના કારણે થાય છે જેમની સારવાર પહેલા શક્ય હતી પરંતુ હવે નથી. જો આવું ને આવું રહ્યું તો, સામાન્ય સર્જરી, પ્રસૂતિ પ્રક્રિયા અને સ્તન કેન્સરનો ઇલાજ પણ અત્યંત ખતરનાક સાબિત થશે. આવી ગંભીર પરિસ્થિતિમાં પણ બ્રાઝિલના શોધકર્તાઓએ આશાની એક કિરણ જગાડી છે.
-
વાત જાણે એમ છે કે...એમેઝોનના વર્ષા જંગલોમાં મળનારા એક છોડવા ઉપર સંશોધન કરતા જણાયું કે, બેક્ટીરિયા વિરૂધ્ધ તે છોડ પરંપરાગત એન્ટિબાયોટિક કરતા અલગ રીતે કાર્ય કરે છે. તે બેક્ટીરિયાને સીધા મારવાને બદલે તેના અસ્તિત્વને ટકાવનાર તંત્ર(survival system) ને જ કમજોર કરી નાંખે છે. પરિણામે બેક્ટીરિયા પોતાને સુરક્ષિત નથી રાખી શકતાં. આ પદ્ધતિ એટલા માટે અસાધારણ મહત્વ ધરાવે છે કેમકે આપણે બેક્ટીરિયાને હંમેશા યમલોક પહોંચાડવાની ફિરાકમાં રહીએ છીએ ફળસ્વરૂપ તેઓ પોતાને જલ્દી બદલી નાંખે છે(જેમ બાહ્ય વાતાવરણ/પરિસ્થિતિ અનુસાર પોતાનામાં બદલાવ લાવવાની ખાસિયત હર સજીવને પ્રકૃતિએ આપી છે બિલકુલ એ જ ખાસિયત બેક્ટીરિયાને પણ પ્રકૃતિએ પ્રદાન કરી છે) પરંતુ જો તેની સુરક્ષા સંરચના અને signaling system ને જ ટાર્ગેટ બનાવવામાં આવે તો તેઓ માટે વૃદ્ધિ કરવું ખુબજ કપરું થઇ જશે.
-
આ જ કારણ છે કે, વૈજ્ઞાનિકો આ ટેકનિકને MRSA and
Drug-Resistant Tuberculosis જેવી બીમારીઓ માટે આશાનું કિરણ માને છે. હેરતજનક વાત એ છે, જે છોડવા ઉપર આ પ્રયોગ કરાયો તે એકદમ સામાન્ય અને હજારો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. જો કે, આ સંશોધન ફિલહાલ પ્રાથમિક અવસ્થામાં હોવા છતાં તેણે આશા ઘણી ઉત્પન્ન કરી છે.
-
બીજો આ સંશોધનનો ફાયદો એ છે કે, તેના થકી જંગલોના કપાવા ઉપર બ્રેક લાગશે. એવું કેમ? કેમકે ઉપર જણાવ્યું એમ આ છોડ એકદમ સામાન્ય અને હજારો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે, તો અગર જંગલનો સફાયો થયો તો આ છોડવાઓનું પણ અસ્તિત્વ જોખમાશે. વેલ, આ છોડને મરી(Brazilian peppertree---Schinus terebinthifolius) નો છોડ કહે છે.
-
નોટ:- આ સંશોધનને સામાન્ય જન સુધી પહોંચવામાં કદાચ વર્ષો પણ લાગી શકે! બીજું, આ સંશોધન દર્શાવે છે કે, રિસર્ચ ફક્ત લેબમાં રહીને જ નથી થઇ શકતી પરંતુ બહાર પણ થઇ શકે છે. જેને આ વિષયક વધુ માહિતી જોઇતી હોય તેઓ વિષય સંલગ્ન ટોપિકને ગુગલ ઉપર સર્ચ કરાવી શકે છે. આ સંશોધન પ્રાથમિક અવસ્થામાં હોવાથી કોઇ એવું ઠોસ રિસર્ચ પેપર નથી કે જેની હું લિંક આપી શકું.

No comments:
Post a Comment