Friday, February 6, 2026

બાળ સાહિત્ય(ભાગ-2)

 



 

દિપક સરે ક્લાસમાં આવી વિદ્યાર્થીઓને કહ્યું, "આજે હું તમને એક જાદુ બતાવીશ અને તેની પાછળના વિજ્ઞાનને પણ સમજાવીશ." વિદ્યાર્થીઓ ગેલમાં આવી ગયા અને એકીટશે સરને તાકી રહ્યાં. સરે પચાસ રૂપિયાની એક નોટને ચીપિયા વડે પકડી તેને સળગાવી. ઘણી વાર સુધી સળગવા છતાં આખરે નોટ બિલકુલ સહી-સલામત રહી. વિદ્યાર્થીઓએ ખુશ થઇ ક્લાસમાં તાળીઓનો ગડગડાટ કરી મૂક્યો. સરે કહ્યું, "ચાલો હવે આની પાછળના વિજ્ઞાનને સમજીએ....

-

એક ગ્લાસમાં અડધું પાણી અને અડધું આલ્કોહોલ(યાદરહે માત્રા સરખી હોવી જોઇએ) મેળવીને ઉપર એક ચપટી મીઠું નાખી દો. પછી તેમાં કોઇપણ નોટને બોળીને બહાર કાઢી લ્યો. હવે તે નોટ સળગશે નહીં કેમકે આલ્કોહોલની ઘનતા પાણીની ઘનતાથી ઓછી હોવાના કારણે તે પાણીની ઉપર રહે છે. સરળ શબ્દોમાં પાણી આલ્કોહોલથી ભારે હોવાના કારણે નોટ ઉપર પહેલા પાણીનું આવરણ અને તેની ઉપર આલ્કોહોલનું આવરણ રહે છે.

-

આલ્કોહોલનું ઉત્કલન બિંદુ(boiling point) 78 હોય છે જ્યારે પાણીનું 100. પરિણામે આલ્કોહોલ સળગીને પણ પાણીને બાષ્પીભવન કરી શકે તેટલી ગરમી ઉત્પન્ન કરી શકતો નથી. તેથી જ્યારે આલ્કોહોલ સળગી રહ્યો હોય ત્યારે નોટ પલળેલી હોવાના કારણે સુરક્ષિત રહે છે. મીઠું ઉમેરવાથી જ્યોત પીળી-નારંગી રંગની થઇ જાય છે જેનાથી જાદુઇ ટ્રિક પ્રભાવશાળી લાગે છે અને હા, પ્રેક્ટિસ વિના કોઇએ પણ આવી ટ્રિક ઘરે કરવી નહીં. આટલું કહીં દિપક સર ક્લાસ પૂર્ણ કરે છે.

 


 

No comments:

Post a Comment