Maria Mazurkevich ફિલહાલ ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં છેલ્લા ત્રીસ વર્ષથી બેહોશ/કોમામાં છે. તેની ચેતના બાબતે ડોક્ટરો અવઢવમાં છે કેમકે ન તો તે પ્રત્યુત્તર આપે છે, ન તો હલનચલન કરે છે અને ન તો પોતાની આંખોને ઝબકાવી શકે છે. તેથી ડોક્ટરોને એવું લાગે છે કે તેનામાં ચેતના જેવું કંઇ નથી. પરિણામે તેમણે વૈજ્ઞાનિકોની એક ટીમને સંશોધન અર્થે ત્યાં નિમંત્રણ આપ્યું. વૈજ્ઞાનિકોએ તેના માથા ઉપર ઘણાં ઇલેક્ટ્રોડ લગાવ્યા તથા તેની electrical activity ઉપર દેખરેખ રાખી. તેને કોમા અવસ્થા દરમિયાન જ વિવિધ સવાલો પુછવામાં આવ્યા અને જે પરિણામ આવ્યું તે ચોંકાવનારું હતું.
-
વૈજ્ઞાનિકોએ જોયું કે, જ્યારે મારિયાને અલગ-અલગ સવાલો પુછાતા ત્યારે તેના મગજના અલગ-અલગ ભાગોમાં હલચલ થતી હતી. અર્થાત એવું નહોતું કે, દરેક સવાલ વખતે મગજના એક જ ભાગમાં હલચલ થતી હતી. જેનો સ્પષ્ટ મતલબ એવો થાય કે, શાયદ મારિયા પાસે હજી પણ ચેતના મૌજૂદ છે. તો, વાત આખરે ત્યાં જ આવીને અટકે છે કે....ચેતના શું છે?
-
ચેતના ઉપર ફિલહાલ ઘણું સંશોધન થઇ રહ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ચેતના એ આપણી લાગણી, ભાવના, આપણી આસપાસની સભાનતા છે. જ્યારે આપણે રંગોને જોઇએ છીએ, જ્યારે આપણે વસ્તુઓને સૂંઘીએ છીએ, જ્યારે કોઇ ચીજને સ્પર્શીએ છીએ...આ એ સઘળી વસ્તુ છે જે આપસમાં મળીને આપણી ચેતનાનું નિર્માણ કરે છે.
-
જ્યારે આપણે મગજની અંદર જોઇએ છીએ ત્યારે આપણને કોષ નજરે ચઢે છે, રસાયણો નજરે ચઢે છે, ઇલેક્ટ્રિકલ સિગ્નલ નજરે ચઢે છે પરંતુ એવી કોઇ જગ્યા નજરે નથી ચઢતી જેને આપણે પિન પોઇન્ટ કરી શકીએ કે, ચેતના અહીં રહી સઘળા ફરમાનો કરે છે. મગજના હરેક ભાગો પોત-પોતાનું કાર્ય બખુબી નિભાવે છે. આને આ રીતે સમજો....ધારો કે, એક ઓર્કેસ્ટ્રામાં સો વાદ્યકારો(musicians) મળીને એક ધુન વગાડે છે તેનો આઉટપુટ ખુબજ સુમધુર હોય છે. આપણે કહી ન શકીએ કે, સમગ્ર ઓર્કેસ્ટ્રામાં ફક્ત એક જ વ્યક્તિની ભૂમિકા છે. બસ કંઇક આવું જ ચેતનાનું હોય છે.
-
હવે વૈજ્ઞાનિકોની પ્રગતિ ઉપર નજર નાંખીએ....તેમણે ચેતનાને માપવા માટે એક એકમ(unit) બનાવ્યો જેને QUALIA કહે છે. યાદરહે, આ કોઇ માપી શકાય એવો ભૌતિક એકમ નથી બસ રેન્ડમનેસને તારવવા માટેનો એકમ છે. ચેતનાને જાણવા માટે આપણે હાર્ડવેર એટલે કે મગજ વિષે જાણવું ખુબ જરૂરી છે. આ માટે ઘણા પ્રોજેક્ટ્સ કરવામાં આવ્યા . જેમાં સૌથી કાબિલેતારીફ કાર્ય Human Brain Project એ કર્યું છે. એક અબજ ડોલરનો આ પ્રોજેક્ટ 2013 થી 2023 વચ્ચે કરવામાં આવ્યો જેમાં 16 દેશના લોકોએ ભાગ લીધો. 500 વૈજ્ઞાનિકો આપસમાં સહકાર આપતા રહ્યાં. તેઓનો એક જ ધ્યેય હતો કે, આપણે કોઇપણ રીતે 86 અબજ ન્યુરોનનો નકશો બનાવવો છે.
-
આ પ્રોજેક્ટમાં અગ્રેસર રહેલા morten kringelbach અને gustavo deco એ મગજના હજારો સ્કેન કર્યા તથા તેમાં રહેલ માહિતી અને ઊર્જાના પ્રવાહનું નિરીક્ષણ કર્યું. અર્થાત જ્યારે આપણે કોઇ સાથે વાત કરીએ ત્યારે માહિતી અને ઊર્જાનું વહન કઇ રીતે થાય છે? તેમણે આપણને જણાવ્યું કે આપણા મગજની અંદર માહિતી chaotically એટલેકે randomness પ્રમાણે વહે છે. આને આ રીતે સમજો...
-
એક ગ્લાસ પાણીમાં રંગ નાખીએ તો તે રંગ randomly હરેક દિશામાં વિખેરાય છે. બિલકુલ આ જ પ્રમાણે માહિતી વહે છે. પરંતુ!! જ્યારે કોઇ વ્યક્તિ સભાન(conscious) અવસ્થામાં હોય છે ત્યારે તેની માહિતી દૂર સુધી જાય છે અને તેમાં randomness ઓછી હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળનું વિવરણ સમજો કેમકે આ બાબત ચેતનાનો પાયો છે. હવે જ્યારે કોઇ વ્યક્તિ કોમા(બેભાન/unconscious) માં હોય છે ત્યારે માહિતી દૂર સુધી નથી જતી અર્થાત તે વધુ ન્યુરોન્સ સુધી નથી પહોંચી શકતી અને તેમાં randomness ખુબ વધુ હોય છે. નિંદ્રાવસ્થા આ બંન્નેની વચ્ચેની સ્થિતિ છે. તો હવે ત્રણ સ્થિતિ મળી ચૂકી છે જે આપણને બતાવી શકે છે કે, શું આ વ્યક્તિ જાગી રહ્યો છે કે ઊંઘમાં છે કે કોમા માં છે અર્થાત આપણે તે વ્યક્તિની ચેતનાની તીવ્રતા(intensity) અંગે જણાવી શકીએ છીએ.
-
ત્યારબાદ એક અન્ય મોટા પ્રોજેક્ટ ઉપર જર્મન ભૌતિકશાસ્ત્રી Markus Axer ની આગેવાની હેઠળ કાર્ય કરવામાં આવ્યું જેમાં 3D-PLI ચિત્રો બનાવવામાં આવ્યા. આ પ્રોજેક્ટ અંતર્ગત મગજની અંત્યત પાતળી 0.07 મિલિમીટર જાડાઇની લગભગ બે હજારથી વધુ સ્લાઇઝ કરવામાં આવી. આ સ્લાઇઝને બાદમાં ટેલિસ્કોપ વડે polarized light માં જોવામાં આવી અને તેમની ઇમેજ બનાવવામાં આવી. ઇમેજમાં મૌજૂદ ન્યુરોનનું colour coding કરવામાં આવ્યું અને અભ્યાસ કરવામાં આવ્યો તેઓમાં turbulence કઇ રીતે આવે છે તથા ચેતના એક જગ્યાએથી બીજી જગ્યાએ કઇ રીતે વહી શકે છે.
-
આ સઘળી કવાયત કરવાનો મતલબ એ જ છે કે, આપણે જાણી શકીએ કે...માહિતીનું chaotic(અસ્તવ્યસ્ત) હોવાનું, રેન્ડમ હોવાનું તથા દૂર સુધી જવાનું અથવા નજીક રહેવાનો મતલબ શું છે? તેમજ ચેતના આ બધી બાબતો ઉપર કેમ નિર્ભર છે? ટૂંકમાં હવે આપણે ચેતના વિષે એટલું જરૂર જાણીએ છીએ કે, તેનો કોઇ ને કોઇ સંબંધ માહિતીના વહેવાના અંતર તથા તેના વ્યવહાર એટલેકે તે કેટલી turbulent છે, તેના ઉપર નિર્ધારિત છે. ફિલહાલ અહીં અટકીએ, જેમજેમ રિસર્ચ થતી જશે તેમતેમ આપણે ચર્ચા કરતા રહીશું

No comments:
Post a Comment