Friday, December 5, 2025

Brain Addiction

 



 

આપણી તરફ એક તોફાન ખુબ ઝડપથી આવી રહ્યું છે. તોફાનને આપણે જોઇ નથી શકતાં. તોફાનનું કહેવું છે કે, જે લાઇફસ્ટાઇલ તરફ આપણે જઇ રહ્યાં છીએ, તેમાં વૃદ્ધાવસ્થામાં થતાં મૃત્યુમાં થી દર બીજા વ્યક્તિનું મૃત્યુ મગજની બીમારી alzheimer વડે થશે. કથન ડો. Daniel Amen નું છે કે જેઓ મશહુર psychiatrist છે.

-

એક મશહુર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની વાત કરીએ...તેના મૃત્યુનું કારણ તો આત્મહત્યા હતું એવું CBI ફાઇનલી જણાવી કેસ બંધ કરી દીધો, છતાં તે માનસિક રોગથી પીડિત હતો અને પોતાની અવસ્થાને હળવી કરવા તે SSRIs(Selective Serotonin Reuptake Inhibitors) નામક ટેબ્લેટ લેતો હતો. serotonin એક હાર્મોન છે જે પેટમાં ઉત્પન્ન થાય છે પરંતુ તે આપણા મગજ માટે ખુબ ફાયદેમંદ છે. તે આપણા મિજાજને સારો રાખે છે, તણાવથી આપણને બચાવે છે પરંતુ તેને અમુક મર્યાદિત માત્રામાં શરીર બનાવે છે. જો તેને બહારથી લેવામાં આવે તો, તે શરીરને ઉત્તેજીત કરી ધીમેધીમે ખતરનાક સ્વરૂપ ધારણ કરતું જાય છે.

-

હવે આજનું વિજ્ઞાન કહે છે કે, જેટલી પણ SSRIs ટેબ્લેટ છે તે 75% જેટલી dementia(મગજની એક બીમારી) થવાનું જોખમ વધારી દે છે. સ્ટડી મેટા સ્ટડી છે અર્થાત ઘણી બધી સ્ટડીઓને એકઠી કરી સ્ટડી બનાવવામાં આવી છે. અત્યારે અમેરિકામાં 25% વસ્તી psychiatry drugs ની બંધાણી છે. અર્થાત તેઓ મગજની બીમારીઓને દૂર કરવા માટેની દવાઓ લઇ રહ્યાં છે. જેનું કારણ ત્યાંની લાઇફ સ્ટાઇલ છે અને ત્યાંના બુદ્ધિજીવીઓ આને જોઇ રહ્યાં હોવા છતાં આનો ઇલાજ તેમની પાસે નથી.

-

હવે વિષયને થોડો વળાંક આપીએ. આપણી શિક્ષણ પધ્ધતિ આપણા બાળકોને ખતમ કરી રહી છે. કઇ રીતે તે જુઓ...આપણી શિક્ષણ પધ્ધતિ મગજને ધ્યાનમાં રાખીને નથી બનાવવામાં આવી. પરિણામે જે બાળકો હવે મોટા થઇ રહ્યાં છે તેમને યુવાનીમાં બીમારીઓ થશે જે આપણી પેઢીને વૃદ્ધાવસ્થામાં થતી હતી. બધી ઝંઝટમાં થી મુક્ત થવા માટે શિક્ષણ પધ્ધતિ, લાઇફ સ્ટાઇલ, ખાવાની આદતો વગેરેને આપણા શરીર/મગજ મુજબ ઢાળવું ખુબજ જરૂરી છે.

-

સૌપ્રથમ ઓનલાઇન શિક્ષણને બંધ કરવું પડશે કેમકે વિજ્ઞાન કહે છે કે, જ્યારે તમે સ્ક્રીન સામે જુઓ છો ત્યારે તમારું બ્લડપ્રેશર વધવાનું શરૂ થઇ જાય છે, તમારી insulin sensitivity વધી જાય છે તથા સ્ક્રીનને હવે cardiometabolic risk સાથે પણ જોડવામાં આવે છે. ઉપરોક્ત સમગ્ર બાબત ડેનમાર્કની એક સ્ટડીએ દર્શાવી છે જેની લિંક નીચે મૌજૂદ છે. વધુમાં, સ્ટડી તેમજ અન્ય એક સ્ટડી પણ કહે છે કે....જે બાળકોની આસપાસ બગીચાઓ, લીલોતરી, વનસ્પતિઓ હોય ઇવન કે, પાણીવાળી જગ્યાઓ હોય જેમકે....નદી, તળાવ, સમુદ્ર વગેરે તેઓમાં 55% મગજની બીમારીઓનું જોખમ ઘટી જાય છે.

 

https://www.ahajournals.org/doi/10.1161/JAHA.125.041486

 

American Heart Association એક સર્વે કર્યો, તો તેણે ડોક્ટરોથી માંડીને ત્યાંના તજજ્ઞોની ઊંઘ હરામ કરી દીધી. સર્વે કહે છે કે, સમયે અમેરિકામાં 2 થી 19 વર્ષની ઉંમરના કેવળ 29% એવા બાળકો છે જેઓ યોગ્ય cardiometabolic health ધરાવે છે. અર્થાત 71% બાળકોના હ્રદય તેમની ઉંમર મુજબ તંદુરસ્ત નથી.

-

સ્ક્રીનમાં બ્લૂ લાઇટ હોય છે અને બ્લૂ લાઇટ આપણી આંતરિક જૈવિક ઘડિયાળ જેને circadian rhythm કહે છે તેને ખલેલ પહોંચાડે છે. આપણી ઊંઘની પેટર્ન ખોરવાય છે. વધુમાં, સ્ક્રીન આપણી reward systems ને કાર્યરત કરે છે. અર્થાત સ્ક્રીન ટાઇમ...ડોપામાઇન અને ઓક્સીટોસિનને વધુ મુક્ત કરવાનું શરૂ કરી દે છે જેના કારણે બાળકોને સ્ક્રીનની લત લાગે છે. સ્ક્રીન સાથેસાથે આપણા મગજને સંકોચવાનું પણ શરૂ કરી દે છે.

-

ટૂંકમાં, આપણે ભવિષ્યના દર્દીઓ પેદા કરી રહ્યાં છીએ. આપણી ફરજ છે કે, જે બાળકો ફિલહાલ કિલ્લોલ કરી રહ્યાં છે તેઓ ભવિષ્યમાં કમ સે કમ તંદુરસ્ત જીવન જીવી શકે તેટલું તો વિચારવું રહ્યું. એવા મેરિટોનું, એવા નંબરોનો ફાયદો શું? કે બાળકોએ ભવિષ્યમાં હોસ્પિટલોના ચક્કર મારવા પડે! તો એવી ભવિષ્યની સમસ્યાઓ છે જેના ઉપર વિકસિત દેશો વિચારી રહ્યાં છે. ખેર, આપણા દેશની તો વાત શું કરવી જ્યાં હરેક સમસ્યાનું નિવારણ શાસ્ત્રોમાં હોય!

 


No comments:

Post a Comment