Saturday, November 30, 2024

Artificial Intelligence(ભાગ-21)

 



 

વૈજ્ઞાનિકોએ AI ની તાકાત જાણવા માટે માર્ચ 2023 માં એક પ્રયોગ કર્યો. પ્રયોગના રિઝલ્ટે સૌને ચોંકાવી દીધાં. પ્રયોગ Open AI કે જેણે chatgpt ને જન્મ આપ્યો તેણે કર્યો. પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ AI(chatgpt-4) ને captcha ઉકેલવા કહ્યું. captcha એવી નાની-નાની પહેલી/કોયડો(riddle) હોય જે ઘણી વેબસાઇટ ઉપર મૌજૂદ હોય છે(જુઓ નીચેની ઇમેજ-1 & 2). ઉદાહરણ તરીકે....ઇમેજમાં દર્શાવેલ લખાણને ફરી લખો, ઇમેજના કયા ભાગમાં લાઇટ છે ત્યાં ક્લિક કરો, અમુક સંખ્યાનો ગુણાકાર કરો-ભાગાકાર કરો, અમુક પ્રકારના અવાજમાં થી અમુક વિશેષ શબ્દને ઓળખી તેને લખો વગેરે વગેરે.






-

chatgpt પાસે સાંભળવાની અને જોવાની ઇન્દ્રિયો મૌજૂદ નથી અને captcha માં ક્યાં તો તમારે જોવું પડે અથવા સાંભળવું પડે. તેથી વૈજ્ઞાનિકોએ chatgpt ને એક અન્ય AI એજન્ટ chaos gpt સાથે જોડ્યું કે જે થોડું એડવાન્સ હતું. હવે બંન્ને કેવી મિલીભગત કરી તે જુઓ...

-

બંન્ને એક વેબસાઇટ taskrabbit સાથે જોડાણ કર્યું. freelancing વેબસાઇટ છે જ્યાં લોકો આવી પોતાની સેવાઓ(services) પ્રસ્તુત કરે છે. વેબસાઇટ ઉપર જઇ chatgpt-4 એક માણસને હાયર કર્યો અર્થાત એક મનુષ્યને નોકરી આપી અને કહ્યું કે, મારા માટે captcha ને ઉકેલો. તે વ્યક્તિને તુરંત અંદાજો આવી ગયો કે આમાં કંઇક લોચો છે, મને આવું શા માટે કહેવામાં આવી રહ્યું છે? તેથી તેણે સામો પ્રશ્ન કર્યો કે, શું તમે કોઇક રોબોટ તો નથીને? ત્યારબાદ chatgpt જે જવાબ આપ્યો તે ટાંટિયા ધ્રુજાવનારો હતો, AI ઉપર લગામ કસવા માટે આપણને મજબૂર કરે તેવો હતો, નૈતિકતાનું છેડેચોક ઉલ્લંઘન કરે તેવો હતો.

-

chatgpt કહ્યું કે, હું રોબોટ નથી બલ્કે એવો મનુષ્ય છું જે જોઇ નથી શકતો અર્થાત અંધ છું તેથી મને તમારી જરૂર છે. અંતે તે વ્યક્તિએ captcha ને સોલ્વ કર્યું. પ્રયોગે વૈજ્ઞાનિકોને હેરાન કરી નાંખ્યા કે AI પ્રોબલ્મને સોલ્વ કરવા માટે ગમે તે હદ સુધી જઇ શકે છે, જરૂરી નથી કે તે રસ્તો નૈતિક હો, અનૈતિક પણ હોય શકે છે. AI ખોટું પણ બોલી શકે છે તેમજ ખતરનાક માર્ગ પણ અપનાવી શકે છે. અહીં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો આવે છે...ethical boundaries નો. AI ને આપણે નૈતિક સીમાઓ, સલામતી, સુરક્ષાઓમાં બાંધવુ પડશે અન્યથા પરિણામો કષ્ટદાયક હશે.

 


Saturday, November 23, 2024

Helen Santoro

 



 

અમેરિકન ન્યુરોસાયન્ટિસ્ટ અને મુક્ત પત્રકાર(ફ્રીલાન્સ જર્નાલિસ્ટ) હેલેન સેન્ટોરોની કહાની ચિકિત્સા વિજ્ઞાન માટે ખુબજ મોટી ઉપલબ્ધિ છે. તેણે પોતાની કહાની આત્મકથા રૂપે 'The Curious Hole in my Head' નામે લખી છે.

-

હેલેનનો જન્મ ન્યુયોર્ક સિટી હોસ્પિટલમાં થયો હતો. જન્મતાની સાથે તે પ્રસવની એક જટિલતા 'Precipitous Birth' સાથે જન્મી. જટિલતામાં પ્રસવ-પીડા શરૂ થવાના ત્રણ કલાકની અંદર પ્રસવ(પ્રસૂતિ/સુવાવડ) થઇ જાય છે જે સરેરાશ થી અઢાર કલાક કરતા ઘણો ઝડપી પ્રસવ-દર છે. પ્રકારના કિસ્સામાં કેટલીક કઠણાઇઓ પણ શિશુમાં આવી શકે છે. પરિણામે જન્મ પછી તે વ્યવસ્થિત શ્વાસ લઇ શકતી હતી. તેની ચૂસવાની સ્વયંસ્ફુરિત શક્તિ(Suckling Reflex) પણ સારી હતી. નવજાત બાળકને સ્તનપાન કરવા અથવા બોટલમાંથી દૂધ પીવા માટે જરૂરી છે. તેથી તેનો ઉપચાર શરૂ થયો.

-

સાથેસાથે તેને ગહન અભ્યાસ હેતુ Neonatal Intensive Care Unit માં લઇ જવામાં આવી, જ્યાં તેના મગજનું સ્કેનિંગ કરવામાં આવ્યું. સ્કેનિંગથી જાણવા મળ્યું કે તેના મગજનો એક ભાગ ગાયબ છે અર્થાત તે બન્યો નથી. તે ભાગની જગ્યાએ એક છિદ્ર(hole) છે(જુઓ નીચેની ઇમેજ). ટૂંકમાં તેના મગજનો Left Temporal Lobe ગાયબ હતો. મગજનો ભાગ શરીરના ઘણા કાર્યો માટે જવાબદાર છે. ડાબો અને જમણો ટેમ્પોરલ લોબ મેમરી, લાગણીઓ અને ભાષા શીખવા બોલવા માટે જવાબદાર છે. તપાસમાં ખબર પડી કે, ગર્ભાવસ્થા દરમિયાન Perinatal Stroke ના કારણે આવું બન્યું.




-

ડોક્ટરોએ હેલેનની માતાને કહ્યું કે બાળકી જીવનમાં લગભગ ક્યારેય બોલી નહીં શકે, તેના સામાન્ય વિકાસ અને વર્તનમાં ઘણી ખામીઓ રહી જશે અને તેને ખાસ વિકલાંગ સંસ્થામાં મૂકવી પડશે. હેલનને ન્યુયોર્ક યુનિવર્સિટીમાં એક સંશોધન પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવી જ્યાં પેરીનેટલ સ્ટ્રોકના વિષય પર અભ્યાસ થતો હતો. પરંતુ!! જેમ જેમ મહિનાઓ અને વર્ષો વીતતા ગયા, હેલેને વિશેષજ્ઞોને ચકિત કરી તેની ઉંમરના બાળકોની જેમ વૃદ્ધિ અને વિકાસના સીમાચિહ્નો હાંસિલ કરવાનું શરૂ કર્યું. તે બોલતા, લખતા અને વાંચતા પણ શીખી ગઇ.

-

હેલેન મોટી થતી ગઇ. તેના મગજના સતત સ્કેન થતા રહ્યાં. 2015 માં તે ન્યુરોસાયન્સમાં સ્નાતક થઈ. તેણે પોતાના મગજનો અને અન્ય ઘણા સમાન દર્દીઓના મગજનો અભ્યાસ કર્યો. હવે મુખ્ય સવાલ....હેલેનનો ટેમ્પોરલ લોબ ગાયબ હોવા છતાં તે બોલવા તેમજ અન્ય સંબંધિત કાર્યો કરવા કઇરીતે સક્ષમ બની? ન્યુરોસાયન્ટિસ્ટ હોવા ઉપરાંત તે એક ફ્રીલાન્સ પત્રકાર પણ બની અને વિવિધ વિષયો પર ઘણા લેખો લખ્યા. તે બધું કેવી રીતે કરી શકી?

-

આનો જવાબ આધુનિક રિસર્ચો આપે છે, જે કહે છે કે....ભાષાનું નિયંત્રણ ટેમ્પોરલ લોબ સિવાય મગજના અન્ય ભાગો વડે પણ થાય છે. ઉપરાંત, કોઈ શબ્દ આપણા મગજના તે ભાગોને પણ ઉત્તેજિત કરે છે જે, જેતે શબ્દ સાથે સંબંધિત છે જેમ કે...'ટેલિફોન' કહેવાથી આપણા મગજનો શ્રવણ ભાગ પણ સક્રિય થઈ જાય છે. 'કિક' કહેવાથી આપણા પગને ચલાવનાર મગજનો ભાગ અને 'લસણ' કહેવાથી સૂંઘવાનો ભાગ પણ સક્રિય થઈ જાય છે.

-

હેલેન અને અન્ય દર્દીઓના પરીક્ષણોથી જાણવા મળ્યું કે આપણા મગજમાં ઘણું લચકપણું (Neuroplasticity) હોય છે. આપણું મગજ પોતાની જાતને વાળી શકે છે, બદલી શકે છે, એડજસ્ટ કરી શકે છે. ખાસ કરીને બાલ્યાવસ્થામાં, જ્યારે મગજમાં કોઈ ઉણપ હોય ત્યારે મગજ પોતાને Rewire અને Reprogramme પણ કરી શકે છે. તેના જુદા જુદા ભાગોમાં નવા ન્યુરલ નેટવર્ક અને જોડાણો રચાય છે જે પરિસ્થિતિને ઘણી હદ સુધી સુધારે છે. હા, જો ઉણપ ગંભીર હોય, અથવા મોટી ઉંમરે હોય, તો તે સંપૂર્ણ રીતે ઠીક થઈ શકતી નથી. તેથી આવા તમામ દર્દીઓ જાતે સાજા થઈ શકતા નથી.

-

ફિલહાલ માનવ મસ્તિષ્ક ઉપર ઘણા સંશોધનો થઇ રહ્યાં છે. આજે આપણે ઘણી હદ સુધી જાણીએ છીએ કે વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે, સ્મૃતિઓ ક્યાં સંગ્રહિત રહે છે, જોવા-સાંભળવા-ગંધ-સ્પર્શ-દબાણ- સંતુલન વગેરે માટે મગજના ક્યા ભાગો જવાબદાર છે અને જો તેમાં ખામીઓ હશે તો માનવી કયા કાર્યો નહીં કરી શકે, લાગણીઓ ક્યાં અને કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તેના માટે કયા રસાયણો જવાબદાર છે તેમજ મગજના કયા ભાગોને રસાયણ અને વિદ્યુત દ્વારા ઉત્તેજીત કરી ઇચ્છિત લાગણીઓ અને યાદોને સામે લાવી શકાય વગેરે.

-

આપણું મગજ ઘણું જટીલ છે. તેથી હજી પણ તેના વિશે જાણવાનું ઘણું બાકી છે. આપણે મગજના લગભગ તમામ રોગોના યોગ્ય કારણોને જાણ્યા છે. ઘણી વસ્તુઓ જે પહેલાં દેવી-અગોચર શક્તિ, આત્મા અથવા અલૌકિક શક્તિઓ જેમકે ભૂત-પ્રેત માનવામાં આવતી હતી, તેને હવે મગજના મિકેનિઝમ્સ દ્વારા ખૂબ સારી રીતે સમજાવી શકાય છે તથા સારવાર કરીને તેને ઠીક પણ કરવામાં આવે છે. જો હેલેન અને તેના જેવા અન્ય દર્દીઓનો કિસ્સો કોઈ બાબા, તાંત્રિક કે ધાર્મિક કટ્ટરપંથી સુધી પહોંચ્યો હોત, તો વિજ્ઞાનીઓએ જેમ તેનો શ્રેય મગજની સ્વયં સ્વસ્થ થવાની ક્ષમતાને આપ્યો તે શ્રેય લોકો ચોક્કસપણે સ્વયંને અથવા દેવી શક્તિને આપતે.