Monday, March 16, 2026

principle of causality

 



 

principle of causality અર્થાત કાર્યકારણના સિદ્ધાંતનો ધાર્મિકો ખુબજ ચતુરાઇપૂર્વક ઉપયોગ કરે છે જેમકે...બ્રહ્માંડ છે તો તેને બનાવનાર કોઇ મૌજૂદ હોવો જોઇએ. વિષયના ઊંડાણમાં જો વિજ્ઞાનનો સમાવેશ કરીએ તો રેતીના ઢગલાની જેમ સમગ્ર મુદ્દો કકડભૂસ થઇ જશે કેમકે તેમાં thermodynamics અર્થાત ઊર્જાની વાત આવશે. તો ચર્ચા શરૂ કરીએ...

-

શું કાર્યકારણનો સિદ્ધાંત કેવળ મનુષ્યના મગજની ઉપજ છે? શું અન્ય પ્રાણીઓ આને નથી સમજતા? એવું બિલકુલ નથી. અન્ય પ્રાણીઓ પણ આને બખુબી સમજે છે. ઉદાહરણ તરીકે....magpie નામક કાગડાની એક જાત ખુબજ સ્માર્ટ હોય છે. તે અખરોટને ફોડી નથી શકતી તેથી તે અખરોટને રોડ ઉપર ફેંકી દે છે. રોડ ઉપરથી પસાર થનારી ગાડીની નીચે તે અખરોટના આવવાથી અખરોટ ફૂટી જાય છે અને magpie તેને આરોગી લે છે(આના ઘણાં વિડિઓ ઇન્ટરનેટ ઉપર મૌજૂદ છે). શું કાર્યકારણનું ઉદાહરણ નથી? બિલકુલ છે. magpie ને ખબર છે કે, જો અખરોટને સડક પર ફેંકવામાં આવશે તેના કારણે મને ખોરાક મળશે. આવા તો અઢળક ઉદાહરણો પ્રકૃતિમાં મૌજૂદ છે તેમજ વિવિધ પ્રયોગો દ્વારા વૈજ્ઞાનિકોએ સાબિત પણ કરીને બતાવ્યું છે.

-

આપણે નાનપણમાં ભણ્યા હતાં ને કે, કાગડાને તરસ લાગી પરંતુ કુંજમાં પાણી ઓછું હોવાના લીધે તેણે ચાંચ વડે તેમાં પથ્થરો નાંખી પાણી પી લીધું. હવે, ફક્ત વાર્તા નથી રહી બલ્કે વૈજ્ઞાનિકોએ ઘણા પ્રયોગો કરીને આને સાચું સિધ્ધ કરી બતાવ્યું છે. આનાથી શું સાબિત થાય છે? એજ કે, અન્ય જીવોને પણ કાર્યકારણના સિદ્ધાંતની ખબર છે . તો કહેવાનો મતલબ કાર્યકારણનો સિદ્ધાંત કેવળ મનુષ્યના મગજની ઉપજ નથી બલ્કે તેણે દુનિયા અને બ્રહ્માંડની હરેક વસ્તુઓના આપસમાં પરસ્પર સંબંધોને જાણી/અવલોકન કરીને સિદ્ધાંતને જાણ્યો છે. ફરક માત્ર એટલો છે કે, અન્ય જીવો philosophically આને લખીને કે બોલીને તમને સમજાવી નહીં શકશે.

-

હવે વિજ્ઞાનની દ્રષ્ટિએ સમગ્ર મુદ્દાને તપાસીએ....કારણ(cause) એક પરિણામ(effect) ને જન્મ આપે છે પરંતુ કારણ જ્યારે એક પરિણામને જન્મ આપે છે ત્યારે તે પોતે પણ બદલાઇ જાય છે. ઉદાહરણ તરીકે...સમુદ્ર ગરમ થયો ને વાદળ બન્યાં, લાવારસ ફાટ્યોને રાખનો ડુંગર થયો, ઘડિયાળ રસ્તે મળી તો તેને બનાવનાર કોઇ હોવો જોઇએ. કંઇ સમજાયું? નહીં? ઓકે, ચાલો સમજીએ...શું ઘડિયાળને બનાવનાર કોઇ ઘડિયાળ હોઇ શકે? નહીં, બિલકુલ રીતે માનવીને બનાવનાર પણ માનવી નથી તથા હરેક વસ્તુને બનાવનાર પણ ઇશ્વર નથી. એવું કેમ? વાંચો આગળ...

-

બ્રહ્માંડમાં આપણે અત્યારસુધી જેટલું પણ જોયું છે, તે કેવળ અને કેવળ ફેરફાર/પરિવર્તન(change) છે. આપણે ક્યારેય સર્જન નથી જોયું. ભલે તે અણુઓનું સર્જન હોય, નવા તારાઓનું સર્જન હોય કે કોઇ સજીવનું સર્જન હોય. કેમકે કારણ.....જ્યારે કોઇ વસ્તુ ઉપર apply થાય છે/ જેના ઉપર તે પરિણામ પેદા કરે છે, તેને પણ તે બદલી નાંખે છે.

-

thermodynamics નો પ્રથમ નિયમ એટલેકે ઊર્જા સંરક્ષણનો નિયમ જે કહે છે કે, ઊર્જાને ક્યારેય ઉત્પન્ન પણ કરી નથી શકાતી કે તેનો નાશ પણ કરી નથી શકાતો તેને ફક્ત એક સ્વરૂપમાં થી અન્ય સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. હવે ઉપરોક્ત સઘળી બાબતોને સમજો કે, સર્જન બીજું કંઇ નથી પરંતુ energy નું રૂપાંતર માત્ર છે. જો ઇશ્વર ઊર્જાનું રૂપાંતર કરી શકતો હોય તો મનુષ્ય તો તેનાથી અનેક ગણું કરી શકે છે/કર્યું છે અને કરતો રહેશે.

-

તો હવે કહો....બળવત્તર કોણ છે, મનુષ્ય કે ઇશ્વર?

 


No comments:

Post a Comment