શું બે વ્યક્તિઓની ફિંગરપ્રિન્ટ્સ સમાન હોઈ શકે? ચાલો ચર્ચા કરીએ...
-
ફિંગરપ્રિન્ટ્સ દરઅસલ કેટલીક
ઉપસેલી અને કેટલીક દબાયેલ રેખાઓથી બનેલ હોય છે. આ રેખાઓને Friction Ridges કહેવામાં
આવે છે. આ આપણી ત્વચાના સૌથી બહારના સ્તર epidermis અને તેની નીચેના સ્તર dermis ના
ઉતાર-ચઢાવને કારણે બને છે. આ રેખાઓ ગર્ભાવસ્થાના ૧૨ થી ૧૫ અઠવાડિયા વચ્ચે બને છે. આ
રેખાઓ આપણી પકડને મજબૂત બનાવે છે અને સ્પંદનો તથા સંવેદનાઓને બહેતર રીતે મહેસૂસ કરવા
માટે ચેતાતંત્રને આધાર પ્રદાન કરે છે.
-
ફિંગરપ્રિન્ટ્સના ત્રણ મુખ્ય પ્રકારો હોય છે:
Loops, Whorls અને Arches. આને વધુ નાના પ્રકારોમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જેને
વિવિધ લાક્ષણિકતાઓના આધારે પાછા અન્ય પ્રકારોમાં વિભાજિત કરાયા છે. દુનિયાના દરેક વ્યક્તિમાં
આ ફિંગરપ્રિન્ટ્સ એકબીજાથી અલગ હોય છે. બે ફિંગરપ્રિન્ટ્સ વચ્ચે કેટલાક મોટા, કેટલાક
સૂક્ષ્મ તો કેટલાક અતિ-સૂક્ષ્મ તફાવતો હોય છે.
-
ફિંગરપ્રિન્ટ્સ આનુવંશિક હોય છે એટલે કે વ્યક્તિમાં આ રેખાઓનું નિર્માણ ચોક્કસ જનીનો(genes) દ્વારા નિયંત્રિત થાય છે. આ ફિંગરપ્રિન્ટ્સ આનુવંશિક સામગ્રી દ્વારા માતાપિતાથી આવનાર પેઢીમાં જાય છે. સંતાનના ફિંગરપ્રિન્ટ્સ તેમના માતાપિતા સાથે થોડી સામ્યતા ધરાવે છે પરંતુ સંપૂર્ણપણે તો કોઇ સાથે નહીં ઇવન કે જોડિયા ભાઇ-બહેનો સાથે પણ નહીં. એવું કેમ? કેમકે....ગર્ભાવસ્થાના વાતાવરણના ઘણા પરિબળો ફિંગરપ્રિન્ટ્સની રચનાને પ્રભાવિત કરે છે. જેમકે....amniotic fluid નો દબાવ, પોષણ, હોર્મોન્સ, ભ્રૂણની સ્થિતિ, રેન્ડમ સેલ્યુલર ઘટનાઓ વગેરે. આ ઘટનાઓ પર કોઇનું નિયંત્રણ નથી હોતું.
-
બીજું, શું કોઇ વ્યક્તિના મૃત્યુ બાદ અથવા તેની કપાયેલ આંગળી વડે પણ બાયોમેટ્રિક થઇ શકે? જવાબ છે...નહીં કેમકે આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ કેવળ ફિંગરપ્રિન્ટને જ નહીં પરંતુ આંગળીનું તાપમાન, તેમાંથી વહેતા રક્તપ્રવાહ, તેની કોષિકાઓમાં મૌજૂદ ઓક્સિજનનું સ્તર, electric impulse વગેરેને પણ સેન્સ કરે છે.

No comments:
Post a Comment