Saturday, August 28, 2021

Unlearning

 


 

હું તમને એક સરળ અને સીધો સવાલ પૂછું છું, જેનો જવાબ ખુબજ આશ્ચર્યચકિત કરનારો છે. કેમકે રોજબરોજના જીવન સાથે સંકળાયેલ સવાલને તમે ખરી રીતે સમજ્યા નથી અથવા તો ખોટી રીતે સાંભળ્યો/શીખ્યા છો. તો રહ્યો સવાલ......તમે ફળ અને શાકભાજી વચ્ચે શું તફાવત છે તે કહી શકો? પોષ્ટને અહીં pause કરી ક્યાંય પણ સર્ચ કર્યા વિના એક મિનિટ માટે વિચારો....હું દાવા સાથે કહીં શકું છું કે મોટાભાગના મિત્રો નહીં જણાવી શકે. કેમ? કેમકે આપણને તેની જાણ નથી તેમજ બાળપણથી આપણને આના વિશે ખોટું કહેવામાં/ભણાવવામાં આવે છે. વિશ્વાસ નથી આવતો?? ચાલો તમને બીજા પાંચ સવાલો પૂછું છું.....(1) વટાણાં ફળ છે કે શાકભાજી? (2) કાકડી ફળ છે કે શાકભાજી? (3) રીંગણ ફળ છે કે શાકભાજી? (4) ટામેટાં ફળ છે કે શાકભાજી? (5) મરચાં ફળ છે કે શાકભાજી? જાણીને નવાઇ લાગશે કે ઉપરોક્ત પાંચેય વસ્તુ ફળ છે નહીં કે શાકભાજી(what!!). આવું કેમ? વાંચો આગળ.....

-

સૌપ્રથમ ફળ કોને કહેવાય તેની વૈજ્ઞાનિક પરિભાષા ઉપર નજર કરી લઇએ. Botanical એટલેકે વનસ્પતિશાસ્ત્ર મુજબ ફળ તેને કહેવાય જે ફૂલ પછી બને અને તેમાં બીજ મૌજૂદ હો. માટે ઉપરોક્ત પાંચેય વસ્તુ ફળની શ્રેણીમાં આવે છે. કેમકે તેઓમાં બીજ હોય છે સિવાય કે વટાણાં. વટાણાંમાં બીજ નથી હોતા પરંતુ વટાણાં ખુદ બીજ હોય છે. હવે વાત કરીએ શાકભાજીની....શાકભાજી કોઇપણ છોડની દાંડી, પાંદડાઓ, મૂળીયાઓ અને ફૂલોને કહે છે કે જેમાં બીજ બન્યાં હોય. ટૂંકમાં હર ચીજ જે ફળ નથી હોતી તે શાકભાજી કહેવાય છે. ઉદાહરણ તરીકે....પાલકની ભાજી, ધાણાં, ફુદીનો, કોબીઝ વગેરે કે જેઓ હકિકતમાં પાંદડાઓ છે. સિવાય ઘણાં કંદમૂળો જેમકે ગાજર, મૂળા, બટેકા કે જે જમીનની અંદર ઉગે છે તે પણ શાકભાજી છે.

-

અહીં સવાલ ઉઠે છે કે આખરે આવું કેમ છે? આનો સરળ જવાબ છે....જે શબ્દો આપણે રોજીંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ, જરૂરી નથી કે તે સાયન્ટિફિકલી સચોટ પણ હોય. ઉપરોક્ત ફળ અને શાકભાજીની જે વ્યાખ્યા દર્શાવવામાં આવી છે તે સાયન્ટિફિકલી સાચી છે(તમે પોતે ચેક કરી શકો છો). એક જીવવિજ્ઞાની(biologist) અથવા વનસ્પતિશાસ્ત્રી(botanist) ફળ અને શાકભાજીને રીતે વર્ગિકૃત કરે છે. આપણી સામાન્ય સમજ એવી હોય છે કે, જે વસ્તુનો રાંધવા માટે ઉપયોગ કરાય તેને શાકભાજી કહેવાય છે, કે જે સાચું નથી. એટલા માટે શીખવા કે વાંચન સાથે એક અતિ મહત્વની વસ્તુ પણ પોતાની હાજરી પુરાવતી હોય છે અને તે છે.....unlearning એટલેકે જે વસ્તુ તમે ભૂલભરેલી ભણી/શીખી/વાંચી લીધી છે તેને ભૂલીને આગળ વધવું.